• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 3.54 લાખ નવા કેસ નોંધાયા, 2806 લોકોનાં મોત; રાહતની વાત છે કે 2.18 લાખ સાજા પણ થયા
post

દેશમાં હાલમાં 28 લાખ 7 હજાર 333 દર્દી સારવાર લઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-26 10:54:18

દેશમાં કોરોનાની બીજી લહેર દિવસે ને દિવસે ખતરનાક બની રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3 લાખ 54 હજાર 533 નવા પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી હતી. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા નવા કેસનો આ આંક સૌથી વધુ છે. આ દરમિયાન 2,806 લોકોનાં મોત થયાં. રાહતની વાત છે કે સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 2 લાખ 18 હજાર 561 લોકો સાજા થયા હતા.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.54 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 2,806

છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર થયા: 2.18 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ: 1.73 કરોડ

અત્યારસુધી સાજા થયા: 1.42 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 1.95 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 28.07 લાખ

એક્ટિવ દર્દીઓ હવે 28 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેમની સંખ્યા 28 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 28 લાખ 7 હજાર 333 દર્દી સારવાર લઈ રહ્યા છે.

કોરોનાં અપડેટ્સ

·         છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યમાં 10 હજારથી પણ વધુ લોકોને સંક્રમણ લાગ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,191 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. આ પછી કર્ણાટક અને યુપીમાં 34 હજારથી વધુ કેરળ અને દિલ્હીમાં 22 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

·         તામિલનાડુ, બંગાળ, રાજસ્થાન એવાં રાજ્યો છે, જ્યાં આ સંખ્યા 15 હજારથી વધુ છે. ચૂંટણી રાજ્ય બંગાળમાં એક જ દિવસમાં 15,889 દર્દીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રવિવારે ગુજરાત અને તેલંગાણામાં પણ જૂના રેકોર્ડ તૂટી ગયા હતા.

·         કોરોના વધતા જતા કેસોને જોતાં હિમાચલ પ્રદેશની સરકારે 4 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. આ ચાર જિલ્લાનાં નામ કાંગડા, ઉના, સોલન અને સિરમૌર છે. આમાં, 27 એપ્રિલથી 10 મે સુધી રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
રવિવારે 66,191 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 61,450 લોકો સાજા થયા અને 832 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 42 લાખ 95 હજાર લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 35.30 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 64 હજાર 760 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 98 હજાર 354 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
રવિવારે 35,311 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 25,633 લોકો સાજા થયા અને 206 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 10 લાખ 86 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં 7 લાખ 77 હજાર લોકો સાજા થયા છે. જ્યારે 11,165 દર્દીનાં મોત થયાં હતાં, 2 લાખ 97 હજારની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે 22,933 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 21,071 લોકો સ્વસ્થ થયા અને 350 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 27 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાં 9 લાખ 18 હજાર સાજા થયા છે, જ્યારે 14,248 દર્દી મૃત્યુ પામ્યા છે. 94,592ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
રવિવારે, 12,666 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 11,595 લોકો સ્વસ્થ થયા અને 190 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 6 લાખ 52 હજાર લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 5 લાખ 21 હજારો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7,310 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 23 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
​​​​​​​રવિવારે રાજ્યમાં 14,296 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 6,727 લોકો સ્વસ્થ થયા અને 157 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 4 લાખ 96 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 74 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 6,328 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,15,006 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
​​​​​​​રવિવારે રાજ્યમાં 13,601 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 11,324 લોકો સ્વસ્થ થયા અને 92 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 4 લાખ 99 હજાર 304 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 4 લાખ 02 હજાર 623 લોકો સાજા થયા છે, જ્યારે 5,133 લોકોનાં મોત થયાં છે. અહીં 91,548 દર્દી સારવાર લઈ રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post