• Home
  • News
  • મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન નહીં થાય માત્ર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ જ થશે
post

મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-21 12:05:21

અમદાવાદઃ ટ્રમ્પ અને મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આજે મીડિયા ટીમ સાથે પોલીસ અધિકારીઓ અને જીસીએના હોદ્દેદારોએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર પ્રેક્ષકો વચ્ચે મોદી અને ટ્રમ્પનો ખાસ કાર્યક્રમ યોજાવાનો છે તેની સલામતી અને સુરક્ષાની સાથે સરળતાથી પ્રવેશ મળી શકે તે માટેની વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમ તૈયાર થયા બાદ સૌ પ્રથમવાર અંદરનો નજારો જોવા મળ્યો છે.

રૂ.800 કરોડનો ખર્ચ, 11 પીચ
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર થઇ ગયું છે. અંદાજે રૂ.800 કરોડના ખર્ચે 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકો એક સાથે બેસીને ક્રિકેટની મજા માણી શકશે. મેઈન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય બે ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ જુદા જુદા પ્રકારની 11 પીચ અને 3000 કાર, એક હજાર ટૂ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગ બનાવ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post