• Home
  • News
  • આમ આદમી પાર્ટીએ 'રેવડી કલ્ચર'ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
post

અગાઉ બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે મફત રેવડી કલ્ચર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 18:04:43

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 16 જુલાઈએ મફતનુ 'રેવડી કલ્ચર' ને મુદ્દે નિવેદન આપતા આ દેશ માટે ગંભીર ગણાવ્યુ હતુ. જે બાદથી વિપક્ષ આનો વિરોધ કરી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના પીલીભીતથી BJPના જ સાંસદ વરૂણ ગાંધી પણ આ મુદ્દે ટીકા કરી ચૂક્યા છે. આજે આમ આદમી પાર્ટીએ મફત 'રેવડી કલ્ચર'ના સમર્થનમાં અરજી દાખલ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીએ કહ્યુ કે લોકોને મફતમાં વિજળી, પાણી અને ફ્રી પરિવહન મફતની રેવડી નથી પરંતુ આ રાજ્યોની બંધારણીય જવાબદારી છે.

આમ આદમી પાર્ટીએ પોતાની અરજીના માધ્યમથી મફત ભેટની જાહેરાત કરનાર પાર્ટીઓની માન્યતા રદ કરનારી અરજીને ફગાવવાની માગ કરી છે. આ સાથે જ પાર્ટીએ આ અરજીમાં પોતાને પણ પક્ષ બનાવવાની માગણી કરી છે. આમ આદમી પાર્ટીએ મફત વિજળી અને મફત પાણી જેવી અન્ય ચૂંટણી યોજનાઓને અસમાનતા વાળા સમાજ માટે જરૂરી ગણાવતા આ પ્રકારની જાહેરાતોને રાજકીય પાર્ટીઓનો લોકતાંત્રિક અને બંધારણીય અધિકાર ગણાવી છે.

'મફત રેવડી' ની જાહેરાત કરનાર પાર્ટીઓની માન્યતા રદ કરવામાં આવે

અગાઉ બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે મફત રેવડી કલ્ચર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે મફત ભેટની જાહેરાત કરનારી પાર્ટીઓની માન્યતા રદ કરવાની માગ કરી છે. આ અરજીનો વિરોધ કરતા આજે આમ આદમી પાર્ટીએ અરજી દાખલ કરી છે જેમાં અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયને બીજેપીને ગણાવતા તેમની ઈચ્છા પર સવાલ કર્યા છે. સુપ્રીમ કોર્ટ આ કેસની 11 ઓગસ્ટે સુનાવણી કરશે.

PM 'દોસ્તવાદ' માટે દેશનો ખજાનો ખાલી કર્યો 

'મફત રેવડી' કલ્ચરના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ પોતાના વેરિફાઈડ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે કે વડાપ્રધાને 'દોસ્તવાદ' માટે દેશનો ખજાનો ખાલી કરી દીધો છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ એક બાદ એક ટ્વીટ કરીને 'મફત રેવડી' કલ્ચરને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ છે. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરતા વડાપ્રધાન મોદીના 'દોસ્તવાદ'ને દેશ માટે હાનિકારક ગણાવ્યુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post