• Home
  • News
  • આમિર ખાનની દીકરી ઇરાને બ્રેકઅપ બાદ ફરીવાર પ્રેમ થયો, 6 મહિનાથી એક્ટરના ફિટનેસ કોચને ડેટ કરી રહી છે
post

નુપૂર પહેલાં ઇરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 09:43:14

આમિર ખાનની દીકરી ઇરાને બીજીવાર પ્રેમ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇરા તેના પિતાના ફિટનેસ કોચ નૂપુર શિખરેને ડેટ કરી રહી છે. બંનેને ડેટ કરતા 6 મહિના થઇ ગયા છે.

બંને લોકડાઉનમાં વધુ ક્લોઝ થયા જ્યારે ઇરાએ પોતાના ફિટનેસ પર કામ કરવાનું મન બનાવી લીધું. ત્યારથી નુપૂર ઈરાની લાઈફમાં આવ્યા અને બંનેનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે. બંનેએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તેઓ સાથે વર્કઆઉટ કરતા દેખાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઇરા અને નુપૂર હાલમાં જ આમિર ખાનના મહાબળેશ્વર ફાર્મહાઉસ પર વેકેશન માણવા ગયા હતા. બંને વધુમાં વધુ સમય એકબીજા સાથે સ્પેન્ડ કરી રહ્યા છે. ત્યાં સુધી કે ઇરાએ તેની માતા રિના દત્તા સાથે પણ નુપૂરની મુલાકાત કરાવી છે જેને કારણે માનવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપને લઈને ઘણા સિરિયસ છે.

ડિસેમ્બરમાં બ્રેકઅપ થયું હતું
નુપૂર પહેલાં ઇરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી. બંનેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ પણ થયા હતા પણ ડિસેમ્બર 2019માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ત્યારબાદ ઇરા ડિપ્રેશનમાં હોવાની વાતને લઈને ચર્ચામાં આવી હતી.

ઇરા ડિપ્રેશનમાં હતી
ઇરાએ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર અમુક વીડિયો શેર કરીને ખુલાસો કર્યો હતો કે તે ડિપ્રેશન સામે લડી રહી છે. તેણે કહ્યું હતું કે, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડોક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. પણ હવે હું સારું ફીલ કરી રહી છું અને છેલ્લા એક વર્ષથી મેન્ટલ હેલ્થને લઈને કંઈક કરવા ઇચ્છતી હતી પણ સમજણ પડતી ન હતી કે શું કરું?

માટે મેં નક્કી કર્યું કે તમને મારી જર્ની પર લઇ જાઉં છું અને જોઉં છું કે શું થાય છે. આશા રાખું છું કે ખુદને વધુ સારી રીતે જાણી શકશું. મેન્ટલ હેલ્થને વધુ સારી રીતે સમજી શકશું. ચાલો ત્યાંથી શરૂ કરીએ જ્યાંથી મેં શરૂઆત કરી હતી? હું કઈ બાબતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે? છે ને?

થિયેટર ડેબ્યુ કરી ચૂકી છે ઇરા
23 વર્ષીય ઇરાએ ગયા વર્ષે 'યુરોપાઈડ્સ મેડિયા'નામના રોલ પ્લેથી થિયેટર ડેબ્યુ કર્યું હતું. તેણે આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post