• Home
  • News
  • AAPની હવા નીકળી, BJPની પોલ ખૂલી:મોરબી દુર્ઘટના, કોરોના અને લઠ્ઠાકાંડથી ભાજપ છતી થઈ ગઈ: રાજસ્થાનના CMના આકરા પ્રહારો
post

ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 19:14:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે.

આપ સામે દિલ્હીમાં આક્રોશ
આંકલાવ ખાતે રેલીને સંબોધન માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની રેલીઓ ઘણી સારી રહી. આમ આદમી પાર્ટીએ જે રીતે જુઠ્ઠાણાંનો સહારો લઇ પ્રચાર કર્યો તેમની હવે હવા નીકળી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને સ્થિતિ ગંભીર છે અને સરકાર સામે લોકોમાં આક્રોશ છે.

મોરબી, કોરોના અને લઠ્ઠાકાંડે પોલ ખોલી
ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે. મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જજ કે નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઇએ. તેમણે કહ્યું કે, ગુજરાતને ગુજરાતીઓએ સદીઓથી બનાવ્યું છે. ભાજપનાં છેલ્લાં 27 વર્ષના શાસનની પોલ મોરબી દુર્ઘટના, કોરોનાકાળ અને લઠ્ઠાકાંડે ખોલી નાખી છે.

EWS પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત
EWS અનામત અંગે તેમણે કહ્યું કે, અટલ બિહારી વડાપ્રધાન હતા, ત્યારે આર્થિક અનામત મુદ્દે મેં વાત કરી હતી. ત્યાર બાદ કમિટીઓ બનતી ગઈ. ગરીબ માણસ કોઇપણ જ્ઞાતિનો હોય તેને ન્યાય મળે તેવી આપણી ભાવના હોવી જોઇએ. EWS મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને હું આવકારું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post