• Home
  • News
  • ACBની સૌથી મોટી કાર્યવાહી, વલસાડના પારડીમાં રૂ.10,00,000ની લાંચ લેતા જંગલ ખાતાનો અધિકારી ઝડપાયો
post

ACBની સૌથી મોટી કાર્યવાહી, વલસાડના પારડીમાં રૂ.10,00,000ની લાંચ લેતા જંગલ ખાતાનો અધિકારી ઝડપાયો

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:57:24

વલસાડ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એસીબીએ લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે, આ વખતે એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ વલસાડના પારડીમાં ફોરેસ્ટ વિભાગના આરએફઓ ક્લાસ-3 અધિકારી ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ ચાવડા અને વન નિરીક્ષક જીગર રમેશભાઇ રાજપૂત રૂપિયા 10 લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા છે, ફરીયાદીને સરકારમાંથી ઓપ્ટીકલ ફાયબર કેબલ નાખવાનું કામ મળ્યું હતુ, જેમાં ફોરેસ્ટ વિભાગમાંથી પ્રોટેકટેડ/નોન પ્રોટેકટેડ ફોરેસ્ટની મંજૂરી મેળવવા માટે ફરીયાદીની કંપનીએ ડીસીએફ વલસાડની ઓફિસમાં અરજી કરેલી હતી, જેમાં આરોપીઓએ ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી, બાદમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ, જેમાં વન નિરીક્ષક જીગર રમેશભાઇ રાજપૂત ફોરેસ્ટની ઓફિસમાં જ રૂપિયા 10 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જો કે આરએફઓ ધર્મેન્દ્રસિહ ચાવડા ફરાર થઇ ગયો છે. જેને એસીબી શોધી રહી છે.

એસીબીએ 10 લાખ રૂપિયાની મોટી રકમ સાથે ભ્રષ્ટ સરકારી કર્મચારીને પકડી પાડ્યો છે, જે એસીબી માટે મોટી સફળતા છે, વડોદરા ગ્રામ્ય એસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.બી.ગામેતી, અને વડોદરા એકમના સુપરવિઝન અધિકારી બી.જે.પંડ્યાએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે, હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે અને ફરાર ધર્મેન્દ્ર ચાવડાની શોધખોળ શરૂ કરાઇ છે.

adv

Related News

post
post
post
post
post
post
post