• Home
  • News
  • શ્વેતા તિવારીના પતિનું દુઃખ:અભિનવ કોહલીની મુખ્યમંત્રીને અપીલ, વીડિયો શૅર કરીને કહ્યું- શ્વેતા દીકરાને મળવા દેતી નથી
post

અભિનવ પત્ની શ્વેતાના શો 'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર પણ ગયો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 12:27:02

શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલી પોતાના દીકરા રેયાંશને મળવા માટેની એક પણ તક છોડવા માગતો નથી. સોમવાર, 9 નવેમ્બરના રોજ તેણે સોશિયલ મીડિયામાં એક પછી એક પાંચ વીડિયો શૅર કર્યા હતા. આ વીડિયોમાં શ્વેતા તિવારી પતિને દીકરાને મળતો અટકાવે છે. અભિનવે આક્ષેપ મૂક્યો છે કે શ્વેતાએ રેયાંશને હોટલના રૂમમાં છુપાવ્યો હતો.

મુખ્યમંત્રીને અપીલ કરી
અભિનવે સૌ પહેલાં જે વીડિયો શૅર કર્યો છે, તેના કેપ્શનમાં કહ્યું હતું, 'બીજા કોઈના નામે રૂમ લીધો હતો. સૌથી દુઃખની વાત એ છે કે પોલીસ પણ એક બાપને તેના દીકરા સાથે મળાવી શકી નહીં. હવે તે અહીંથી પણ ભાગી ગઈ. કેટલી મુશ્કેલીથી શોધી હતી. ઉદ્ધવ સાહેબ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે) તથા મિસિસ ઉદ્વવ સાહેબ મહેરબાની કરીને કંઈક કરો. પિતા તરીકે હું ઘણું જ સહન કરી રહ્યો છું. બાળકને મળવામાં મારી મદદ કરો.'

 

'હું દરવાજા પર બેલ મારતો રહ્યો'
અભિનવે બીજા વીડિયોમાં કહ્યું હતું, 'દીકરા સાથે થોડીકવાર મુલાકાત કરાવી અને પછી તે ગાયબ થઈ ગઈ. હું દરવાજા પર બેલ મારતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે અને બેબી કહી રહ્યો છે કે તમે હોટલ ના આવ્યા.' આ જ રીતે ત્રીજા વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, 'તે જ દિવસે.'

'મળી ના શકીએ એટલે બાળકને લઈ ભાગી ગઈ'
ચોથા વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'બાળક ના પાડતો હતો તો પણ મેં તેને ઘરે આવવા દીધી. તેને કન્વિન્સ કરવા દીધી. બાળક સૂઈ ના જતું ત્યાં સુધી તું રહેતી અને મારી સાથે તે શું કર્યું? ઘરમાં ના આવવા દીધો અને હું બાળકને મળી ના શકું એટલે ભાગી ગઈ. એ વિચારે કે હું જ તેને મળવા આવતો નથી.'

'મારી ભલાઈનો ફાયદો ઉઠાવે છે'
પાંચમા તથા અંતિમ વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'મારી ભલાઈનો ફાયદો ઊઠાવવામાં આવ્યો છે. મેથી સપ્ટેમ્બર સુધી મને દૂર રાખ્યો, કોરોના થયો તો બાળક મને આપી દીધું. જ્યારે બાળક જવા નહોતું માગતું તો પણ મેં કહ્યું કે આવ, સમજાવ અને લઈ જા. મને શું મળ્યું? બાળક છીનવી લીધું.'

અભિનવે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે
એક ઈન્ટરવ્યૂમાં અભિનવે કહ્યું હતું કે તેણે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે. નોટિસનો જવાબ 14 દિવસની અંદર આપવાનો છે. જો તે જવાબ નથી આપતી તો તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

25 ઓક્ટોબર સુધી અભિનવની સાથે રેયાંશ હતો
અભિનવે કહ્યું હતું કે શ્વેતા તિવારીને કોરોના થતાં દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતાએ રેયાંશને જબરજસ્તી તેની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરા સાથે વાત ના કરાવી અને કહ્યું પણ નહીં કે તે ક્યાં છે.

અભિનવ પત્ની શ્વેતાના શો 'મેરે ડેડ કી દુલ્હન'ના સેટ પર પણ ગયો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. એક અઠવાડિયા પછી 2 નવેમ્બર, સોમવારના રોજ બંને વચ્ચે કેટલીક સેકન્ડ વાત થઈ હતી.

અભિનવે ધમકી આપી
2
નવેમ્બરના રોજ દીકરાને મળ્યા બાદ અભિનવ બીજીવાર શ્વેતાના ઘરે ગયો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. આ વાતથી નારાજ થઈને અભિનવે ઘરની બહાર સોશિયલ મીડિયામાં લાઈવ થયો હતો અને કહ્યું હતું કે તે થોડીવાર પહેલા દીકરાને મળ્યો હતો અને તે ઘણો જ ડરેલો હતો. આ લોકો આવું જ કરે છે. કોઈ પણ વ્યક્તિને એ હદે હેરાન કરી દે કે તે થાકી હારીને કંઈક ખોટું કરી બેસે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી અને ત્યારબાદથી બંને અલગ રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post