• Home
  • News
  • IIM અમદાવાદમાં ભણી ચુકેલા અભિષેક રાજનને PayTM મોલના ચિફ ઓપરેટિંગ ઓફિસર બનાવાયા
post

અભિષેક PayTM સાથે નવેમ્બર 2015થી જોડાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:41:39

અમદાવાદ: PayTMના ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ PayTM મોલ તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે નોઈડામાંથી નીકળી બેંગ્લોર જવાની યોજના બનાવી રહી છે. એટલું જ નહીં, કંપનીએ અભિષેક રાજનને નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્તિ કરવાની પણ જાહેરાત કરી છે. અભિષેક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદનો વિદ્યાર્થી રહી ચુક્યા છે. અભિષેકની આગેવાનીમાં કંપની પોતાનો વ્યવસાય વધારવા માંગે છે. કંપનીના સ્થાપક અને સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, કંપની અભિષેકના નેતૃત્વમાં પોતાનો વ્યવસાય વધારશે. અભિષેક PayTM સાથે નવેમ્બર 2015થી જોડાયેલા છે.

IIM-અમદાવાદમાં 2002-04માં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો
અભિષેક રાજને વર્ષ 2002-04 દરમિયાન તેમને IIM અમદાવાદ ખાતે ફાઇનાન્સ વિષય સાથે માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે. તે છેલ્લા 17થી વધુ વર્ષથી ઈ-કોમર્સ, પેમેન્ટ્સ, મોબાઈલ માર્કેટિંગ અને કન્સલ્ટિંગ ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે ફ્લિપકાર્ટ, મિન્ત્રા, જબોન્ગ, PWC સહિતની કંપનીઓમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી છે.

2004માં કારપુલિંગ માટે વેબ્સાઈટ બનાવી હતી
અભિષેકે 2004માં દિલ્હી અને NCRને ધ્યાનમાં રાખીને કાર પુલિંગ માટે એક વેબસાઈટ ઇઝી2કોમ્યુટ (Easy2commute.com) બનાવી હતી. રાજનના લિન્ક્ડઇન પ્રોફાઈલમાં બતાવ્યા મુજબ 4000થી વધુ નોંધાયેલા વપરાશકર્તાઓ દૈનિક ઘરેથી ઓફિસની મુસાફરી માટે સંભવિત કારપૂલ ભાગીદારોને શોધવા માટે નિયમિતપણે આ વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે.

2ઓ બિઝનેસ મોડેલને આગળ વધારવા માંગે છે કંપની
વિજય શેખર શર્માએ કહ્યું, કંપની અભિષેકના નેતૃત્વમાં પોતાનો વ્યવસાય વધારશે. કોવિડ-19 પછી, અમે વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માંગીએ છીએ. ભારતમાં ઓનલાઈન ટુ ઓફલાઈન (ઓ2ઓ) મોડેલને આગળ વધારવા માટે ગ્રાહકોનું વિશાળ નેટવર્ક છે. મને વિશ્વાસ છે કે અભિષેક પેટીએમ મોલને નવી ઉંચાઇ પર લઈ જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post