• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં લગભગ 17,000 નવા દર્દીઓ મળ્યા, 20,000 સાજા થયા; રિકવર થનારાઓમાં 16,000થી વધુ મહારાષ્ટ્ર અને કેરળના
post

અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એકપણ કેસ આવ્યો નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-10 10:30:55

દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થવાનો સિલસિલો ચાલુ છે. મંગળવારે 16846 નવા દર્દીની ઓળખ થઈ છે. 20138 દર્દી સાજા થયા છે, જ્યારે 113 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. સાજા થનારા 20,000 દર્દીમાં સૌથી વધુ 12,138 મહારાષ્ટ્રના અને એ પછી 4,836 કેરળના છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓ સાજા થયા છે.

એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 3,411નો ઘટાડો થયો છે. હવે કુલ 1.81 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1.12 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ સાજા થયા છે. જ્યારે 1.58 લાખે જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

·         બેંગલુરુમાં 103 વર્ષના જે કામેશ્વરીને કોરોના વેક્સિન લગાવવામાં આવી. અત્યાર સુધીમાં ઉપલબ્ધ ડેટા મુજબ, તે દેશની સૌથી વૃદ્ધ મહિલા છે, જેમને વેક્સિન લગાવવામાં આવી છે.

·         અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. અહીં હાલ માત્ર 3 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કુલ 16839 લોકો સક્રમિત થયા છે. તેમાંથી 56ના મોત થયા છે.

·         ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું કે કોરોનાની વેક્સિન લગાવ્યા પછી પ્લેનના પાયલટ અને કેબિન ક્રૂ મેમ્બર 48 કલાક સુધી સર્વિસ પર નહિ જઈ શકે. જો 48 કલાક પછી કોઈ પણ લક્ષણ નથી, તો એર ક્રૂ ઉડાન માટે ફિટ છે.

·         યુપી સરકારે ધો.8 સુધીના બાળકોને પરીક્ષા લીધા વગર આગલા ધોરણમાં એડમિશન આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તેમના સમગ્ર સેશનમાં કરવામાં આવાલે પ્રદર્શનને જોવામાં આવશે. 2020માં પણ ધો.8 સુધીના વિદ્યાર્થીઓને આંતરિક મુલ્યાંકનના આધારે આગલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

·         કોરોનાના વધતા મામલાઓના કારણે નાસિકમાં વીકેન્ડમાં લોકડાઉન રહેશે. જિલ્લામાં 15 માર્ચ પછી લગ્નના કાર્યક્રમોને અનુમતિ નહિ આપવામાં આવશે. નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3725 કોરોનાના નવા મામલાઓ મળ્યા છે. જ્યારે થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

6 રાજ્યોની સ્થિત
1.
મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારે 9927 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. 12182 લોકો સાજા થયા અને 56ના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 22 લાખ 38 હજાર 398 લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તેમાં 20 લાખ 89 હજાર 294 લોકો સાજા થયા છે. જ્યારે 52556 દર્દીઓના મોત થયા છે. 95322 દર્દીઓની સારવાર હાલ ચાલી રહી છે.

2. કેરળ
રાજ્યમાં મંગળવારે 2316 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. 4386 લોકો સાજા થયા અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં અહીં 10 લાખ 81 હજાર 56 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 લાખ 39 હજાર 281 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4329 દર્દીઓના મોત થયા છે. 37146 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 457 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 394 લોકો સાજા થયા અને 2ના મોત થયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 65 હજાર 527 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 2 લાખ 57 હજાર 942 લોકો સાજા થયા છે. જ્યારે 3874 દર્દીઓના મોત થયા છે. 3711 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 581 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 453 લોકો સાજા થયા અને 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખ 74 હજાર 522 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 2 લાખ 66 હજાર 766 લોકો સાજા થયા છે. જ્યારે 4418 દર્દીઓના મોત થયા છે. 3,338 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
રાજ્યમાં મંગળવારે 179 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 99 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 3 લાખ 21 હજાર 890 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 3 લાખ 17 હજાર 138 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 2789 દર્દીઓના મોત થઈ ગયા છે. 1963 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
રાજધાની દિલ્હીમાં મંગળવારે 320 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 6 લાખ 41 હજાર 660 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 6 લાખ 28 હજાર 920 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10928 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1812 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

adv

Related News

post
post
post
post
post
post
post