• Home
  • News
  • 24 કલાકમાં લગભગ 36,000 દર્દી નોંધાયા, જે 101 દિવસમાં સૌથી વધુ; એક્ટિવ કેસનો આંક આજે 2.5 લાખને પાર થઈ જશે
post

વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકાર દ્વારા ધોરણ 1થી 5ની પરીક્ષા ન લેવાનો નિર્ણય લેવાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-18 09:52:52

દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે 35,838 લોકો પોઝિટિવ મળ્યા હતા. 17,793 લોકો સાજા થયા અને 171 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે દર્દીઓની સારવાર ચાલી રહી એવા એક્ટિવ કેસનો આંકડો 2 લાખ 49 હજાર 197 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 17,862નો વધારો થયો છે. નવા પોઝિટિવ લોકોની સંખ્યા 5 ડિસેમ્બર પછી એટલે કે 101 દિવસ પછી સૌથી વધુ છે. 5 ડિસેમ્બરના રોજ 36,010 કેસ હતા. આ પછી એ ઘટવા લાગ્યા હતા.

દેશમાં અત્યારસુધીમાં કુલ 1 કરોડ 14 લાખ 74 હજાર 302 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 61 હજાર 170 સાજા થયા છે, જ્યારે 1 લાખ 59 હજાર 250 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

અપડેટ્સ

રાજસ્થાન સરકારે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે 1થી 5 ધોરણના આશરે 40 લાખ બાળકોએ પરીક્ષા આપવાની રહેશે નહીં. આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે.

રાજસ્થાનમાં ધોરણ 6 અને 7ની પરીક્ષાઓ 15મી એપ્રિલથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.

બિહારના CM નીતીશ કુમારે કહ્યું હતું કે કોરોના સંક્રમણના મામલામાં બિહારની સ્થિતિ મહારાષ્ટ્ર અથવા અન્ય રાજ્યોની જેવી નથી. સરકાર રોજિંદા ડેટાની સમીક્ષા રાત્રે 9 વાગ્યે કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બિહારમાં સ્કૂલ-કોલેજો પહેલાંની જેમ જ ચાલશે, એને અટકાવવાની જરૂર નથી.

6 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
અહીં બુધવારે 23,179 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 9,138 દર્દી સાજા થયા હતા અને 84 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 23.70 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 21.63 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 53,080 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 1.72 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

2. કેરળ
અહીં બુધવારે 2,098 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 2,815 દર્દી સાજા થયા હતા અને 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 10.96 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 10.66 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,436 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 25,394 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
બુધવારે 832 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 500 દર્દી સાજા થયા હતા અને 2 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.71 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 2.61 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,891 દર્દી મૃત્યુ પામ્યા હતા. 5,616ની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં બુધવારે 1,122 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા અને 775 દર્દી સાજા થયા હતા અને 3 મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.81 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.71 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,427 દર્દી મૃત્યુ પામ્યા હતા. 5,310ની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં બુધવારે 313 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા, 123 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.23 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3.18 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,791 દર્દી મૃત્યુ પામ્યા છે. 2,851ની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
બુધવારે દિલ્હીમાં કોરોનાના 536 કેસ નોંધાયા હતા અને 319 દર્દી સ્વસ્થ થયા હતા અને 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 6.45 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 6.31 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,948 દર્દી મૃત્યુ પામ્યા હતા. 2,702ની સારવાર ચાલી રહી છે.

​​​​​​​

 

adv

Related News

post
post
post
post
post
post
post