• Home
  • News
  • શેમળા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત, 4થી વધુ શ્રમિકો ટ્રોલી નીચે દબાયા, 8ને ઇજા
post

ટ્રેક્ટરમાં બેસી પેટીયું રળવા જતા શ્રમિકો અકસ્માતમાં કન્ટેનર નીચે દબાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 10:17:14

ગોંડલઃ અકસ્માત માટે કુખ્યાત ગણાતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવેના શેમળા ગામ પાસે કન્ટેનર ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેથી વધુના મોતની આશંકા છે જ્યારે ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહેલા 4થી વધુ શ્રમિકો ટ્રોલી નીચે દબાયા હોવાના અહેવાલ છે. અકસ્માતના પગલે હાઈવે ચીંચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 8 શ્રમિકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ટ્રોલી નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ
બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે કેટલાક શ્રમિકો ટ્રેક્ટરમાં બેસીને મજૂરી અર્થે જઇ રહ્યા હતા સમયે શેમળા પાસે ટ્રેક્ટર અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેની જાણ આસપાસના ગ્રામજનોને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોંડલ તથા રાજકોટ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ટ્રોલી નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનો બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જીસીબીની મદદથી દબાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post