• Home
  • News
  • રાજસ્થાનમાં અકસ્માત:વધૂનું ઘર માત્ર 8 કિમી દૂર હતું ત્યારે જાનૈયાઓની SUVને ટ્રકે ટક્કર મારી; 8નાં મોત
post

કારમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં જ અડધો કલાક લાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-07 18:36:27

રાજસ્થાનના બાડમેરમાં અકસ્માતમાં સોમવારે મોડી રાતે 8 જાનૈયાનાં મૃત્યુ થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સેડિયા(જાલોર)ના રહેવાસી એક પરિવારના 9 સભ્ય હતા. આ પૈકીના 8 લોકોનાં મૃત્યુ થયાં છે. દુર્ઘટના બાડમેર જિલ્લાના ગુડામાલાની પોલીસ સ્ટેશનના બાટ પાસેની છે.

એમાં પૂનમારામ પુત્ર ઢીમારામ, પ્રકાશ પુત્ર પેમારામ, મનીષ પુત્ર પૂનામારામ, પ્રિન્સ પુત્ર માંગીલાલ, ભાગીરથરામ પુત્ર પોકરારામ અને પૂનમારામ પુત્ર ભગવાનારામ નિવાસી ખારા જાલોર સહિત 6 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. માંગીલાલ પુત્ર નૈનારામ અને બુદ્ધરામ પુત્ર કાનારામનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રકાશ પુત્ર હરજીરામ વિશ્રોઈ ગંભીર રીતે ઘાયલ છે. તેની હાલ સાંચૌરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ઘટનાસ્થળથી 8 કિમી પહેલાં થયો હતો અકસ્માત
જાનૈયા કાંધીની ઢાણી જઈ રહ્યા હતા. 8 કિલોમીટર પહેલાં રોડ અકસ્માત થયો હતો. જાનમાં સામેલ અન્ય વાહનોમાંથી જાનૈયા ઊતર્યા અને ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. જોકે દુર્ઘટના એટલી જોરદાર હતી કે ફસાયેલા લોકોને બહાર પાડવામાં ખૂબ જ મુશ્કેલી થઈ હતી. લગ્નનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો.

જાનૈયાના મૃતદેહ કારમાં ફસાઈ ગયા હતા
પોલીસે જણાવ્યું હતું કે જાન બાડમેર જિલ્લાના કાંધીની ઢાણી ગુડામાલાની જઈ રહી હતી. આ દરમિયાન રામજીની ગોલથી ગુડામાલાની હાઈવે પર કાર અને ટ્રક અથડાઈ હતી. દુર્ઘટનામાં બોલેરો કારને ખરાબ રીતે નુકસાન થયું હતું. કારમાં બેઠેલા તમામ લોકો ફંસાઈ ગયા હતા. લગભગ અડધો કલાકની જહેમત પછી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post