• Home
  • News
  • સુરતમાં BRTS રૂટમાં અકસ્માત:કાપોદ્રામાં 6 લોકોને ઉડાવનાર કારચાલક ચિક્કાર દારૂ પીધેલો હતો, ફરિયાદમાં પણ દારૂ પીધેલાનો ઉલ્લેખ, DCPએ કહ્યું- કડક કાર્યવાહી કરાશે
post

આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:47:02

સુરતમાં રાત્રે સ્વિફ્ટ કારચાલકે બાઈકસવાર 6 વ્યક્તિને અડફેટે લીધી હતી. તમામને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં કાપોદ્રા પોલીસના કર્મચારી દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં કારચાલક સાજન પટેલ દારૂ પીધેલો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

અકસ્માત બાદ કાર પોલ સાથે અથડાઈ હતી
ભક્તિ ઠાકર (ડીસીપી)એ જણાવ્યું હતું કે રાત્રે કાપોદ્રા ખાતે કારચાલક સાજન ઉર્ફે સની પટેલે સ્વિફ્ટ કારથી ત્રણ બાઈકચાલકને અડફેટે લીધા હતા. પહેલા એક બાઈકને ટક્કર માર્યા બાદ બીજી બે બાઈકને ટક્કર મારી ઉડાવ્યા હતા. આ બાઈક પર સવાર છ લોકોને ઈજા પહોંચાડી હતી. કાર પોલ સાથે અથડાવી દીધી હતી.

પોલીસે કલમ 308 દાખલ કરી
લોકોએ સાજનને પકડી લીધો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કલમ 308 દાખલ કરી છે. સનીના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા સાથે ઉત્રાણમાં રહે છે. ફરિયાદી ઈજાગ્રસ્ત રચના સોસાયટીમાં રહે છે. આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ જોઈએ તો તેના વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પીધેલાનો કેસ થયો હતો. વતન આણંદના સોજીત્રામાં કલમ 185 હેઠળ દારૂ પીને ગાડી ચલાવવાનો ગુનો નોંધાયેલો છે. પુણા પોલીસમાં મારામારી અને અમરોલીમાં કલમ 135 હેઠળ ગુનો નોંધાયેલો છે.

6 વ્યક્તિમાંથી બેને ગંભીર ઈજા પહોંચી
આરોપીના સ્મિમેર હોસ્પિટલમાં દારૂ પીધો છે કે નહીં તેનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં 6 વ્યક્તિમાંથી બેને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે ચારને નાનીમોટી ઈજા પહોંચી છે. આ કેસ ગંભીર એટલા માટે કહેવાય કે હાલ વાહન ચેકિંગ સવાર અને સાંજ એમ બે સમયે થાય છે. દારૂ પીધા બાદ કાર ચલાવવાથી શું થાય એ આરોપી જાણતો હોવા છતાં આ અકસ્માત કર્યો છે, જેથી કડક કાર્યવાહી કરાશે.

adv

Related News

post
post
post
post
post
post
post