• Home
  • News
  • જેલમાં બંધ સુકેશનો આરોપ- કેજરીવાલ મહાઠગ:કહ્યું- 'રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ લીધા'
post

જેલમાં સુરક્ષા માટે દર મહિને બે કરોડ રૂપિયા આપવાનો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-05 18:28:23

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે મીડિયાના નામે એક ચિટ્ઠી લખી છે. તેમાં અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. 3 પાનાની ચિટ્ઠીમાં સુકેશે લખ્યું છે- 'હું ઠગ છું, તો કેજરીવાલ મહાઠગ છે. તેમણે રાજ્યસભા સીટના બદલામાં મારી પાસેથી 50 કરોડ રૂપિયા માગ્યા હતા, જે મેં આપ્યા હતા.'

મંત્રી કૈલાસ ગેહલોતના ફાર્મહાઉસ પર આપ્યા હતા 50 કરોડ
સુકેશે લેટરમાં લખ્યું- 2016માં એક ડિનર પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. તેમના નિર્દેશ પર મેં કૈલાસ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસમાં જઈ 50 કરોડ રૂપિયા આપ્યા હતા. તમને જણાવી દઈએ કૈલાસ હાલ કેજરીવાલ સરકારમાં પરિવહનમંત્રી છે. સુકેશે કહ્યું હતું કે જે પણ જાણકારી આપવામાં આવી છે એ સાચી છે અને આની તપાસ થઈ શકે છે.

મંત્રી સત્યેન્દ્ર જૈન અને પૂર્વ DG મને જેલમાં ધમકાવી રહ્યા છે
સુકેશે તેના વકીલના નામે એક અન્ય પત્રમાં લખ્યું- 1 નવેમ્બરે મેં દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખ્યો. એમાં લખ્યું હતું કે મેં સુખ-સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે કેજરીવાલ સરકારના જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉપરાજ્યપાલને ફરિયાદ કરવા બદલ સત્યેન્દ્ર જૈન અને જેલના તત્કાલીન ડીજી સુકેશને ધમકાવી રહ્યા હતા. લેટરની પુષ્ટિ સુકેશના વકીલે મીડિયા સમક્ષ કરી.

સુકેશે દિલ્હીના એલજીને અપીલ કરી છે કે તેઓ સીબીઆઈને સત્યેન્દ્ર જૈન અને તિહાડ જેલ પ્રશાસન સામે કેસ નોંધવામાં આવે. તેણે કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ તમામ પુરાવા આપવા તૈયાર છે.

5 દિવસ પહેલાં લખ્યું હતું - મંત્રીએ જેલમાં એશના બદલામાં 10 કરોડ લીધા
મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ કોનમેન સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટીના મંત્રી સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે આપ્યા હોવાનો દાવો કર્યો હતો. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પત્ર લખીને આ વાતનો ઘટસ્ફોટ કર્યો છે.

તેણે એમ પણ કહ્યું હતું કે તે સત્યેન્દ્ર જૈનને 2015થી ઓળખે છે. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુકેશે આમ આદમી પાર્ટીને કુલ 50 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેના બદલામાં પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં પાર્ટીની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવાનું વચન આપ્યું હતું.

જેલમાં સુરક્ષા માટે દર મહિને બે કરોડ રૂપિયા આપવાનો દાવો
સુકેશે વધુમાં કહ્યું હતું કે જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા, તેમણે મને પૂછ્યું કે મેં તેમને આપેલા પૈસા વિશે EDને કંઈ જણાવ્યું છે. 2019માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા. તેના સેક્રેટરીએ મને કહ્યું, જેલમાં સુરક્ષા અને જરૂરિયાતો મેળવવા માટે મારે દર મહિને 2 કરોડ રૂપિયા આપવા પડશે.

2-3 મહિનાની અંદર જ મારા પણ દબાણ કરીને 10 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ બધી રકમ કોલકાતામાં સત્યેન્દ્ર જૈનની નજીકના ચતુર્વેદી દ્વારા વસૂલવામાં આવી હતી. મેં સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા અને ડીજી જેલ સંદીપ ગોયલને 12.50 કરોડ રૂપિયા આપ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post