• Home
  • News
  • RSSની ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારા આરોપીની તમિલનાડુ ખાતેથી ધરપકડ
post

આરોપી તમિલનાડુનો રહેવાસી છે, યુપી પોલીસ તમિલનાડુ પોલીસની મદદ લઈને તેને લખનૌ લાવી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-07 18:56:58

ચેન્નાઈ: RSSની ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારા આરોપીની તમિલનાડુના પુડુકુડી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ રાજ મોહમ્મદ છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં રહેલી RSSની 6 ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી તેથી પોલીસ પ્રશાસન ખળભળી ઉઠ્યુ હતું.

RSSની 6 ઓફિસો ઉપર હુમલાની ધમકી

સોમવારે રાત્રે સમગ્ર દેશમાં રહેલી RSSની 6 ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેમાં લખનૌની 2 ઓફિસોનો પણ સમાવેશ થાય છે. આ ધમકી Whatsappના માધ્યમથી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ લખનૌના મડિયાંવ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપી તમિલનાડુનો રહેવાસી છે. યુપી પોલીસ તમિલનાડુ પોલીસની મદદ લઈને તેને લખનૌ લાવી રહી છે.

અજાણ્યા નંબર પરથી ધમકી આપી હતી

પોલીસે વધુમાં જણાવ્યુ હતું કે, RSS સાથે જોડાયેલ એક વ્યક્તિને લખનૌમાં અજાણ્યા નંબર ઉપરથી  Whatsapp ગૃપ જોઈન કરવાની લિંક મળી હતી. આ ગૃપમાં RSSની 6 ઓફિસોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાંથી 4 ઓફિસો કર્ણાટકમાં અને 2 લખનૌ ખાતે આવેલી છે. પોલીસે પ્રોફેસર  નિલકંઠ તિવારીની ફરિયાદના આધારે  કેસ નોંધ્યો છે. આ દરમિયાન ધમકીભરેલા મેસેજ મળવાના કારણે પોલીસ તરત જ તપાસમાં લાગી ગઈ હતી.

પોલીસે ધમકી માટે વપરાયેલ અજાણ્યો નંબર ટ્રેસ કર્યો હતો. આરોપીના નંબરનું લોકેશન તમિલનાડુંનું મળી આવ્યું હતું. યુપી પોલીસે તમિલનાડુ પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ થઈ ચુકી છે હજુ આ કેસની તપાસ ચાલુ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post