• Home
  • News
  • અગ્નિપથ પર ફેક ન્યૂઝ વિરૂદ્ધ એક્શન:કેન્દ્રએ 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો, કોચિંગ સેન્ટર્સ પર રાજ્યોમાં કાર્યવાહી
post

એક અનુમાન મુજબ બિહારમાં લગભગ 4 હજાર કોચિંગ સંસ્થાઓ છે, જેમાં મોટા ભાગે રાજધાની પટનામાં છે. તો આ સંસ્થાઓમાં વાર્ષિક વ્યવસાય લગભગ 500 કરોડ રૂપિયાનો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-20 11:41:30

અગ્નિપથ સ્કીમ પર ફેક ન્યૂઝ ચલાવનાર 35 વોટ્સએપ ગ્રુપ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ ગ્રુપ્સ પર અગ્નિપથ સ્કીમને લઈને ભ્રામક મેસેજ ફેલાવવામાં આવી રહ્યાં હતા. જો કે આ ગ્રુપ્સના એડમિન પર શું એક્શન લેવાયા છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. આ એક્શન ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યા છે.

તો આ બાજુ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું કે આપણાં દેશનું દુર્ભાગ્ય છે કે ઘણી સારી બાબત, સારા ઉદ્દેશ્યથી કરવામાં આવેલી વસ્તુ રાજનીતિના રંગમાં ફસાય જાય છે.

જો કે વડાપ્રધાન સ્પષ્ટ રીતે અગ્નિપથ યોજનાનો ઉલ્લેખ ન કર્યો. તેમનું ભાષણ દિલ્હીમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને લઈને હતું.

બિહારમાં અગ્નિપથ સ્કીમને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે રવિવારે કોઈ હિંસા ન થઈ. 16 જૂનથી 18 જૂન વચ્ચે થયેલી હિંસાના કેસમાં અત્યાર સુધીમાં 145 FIR નોંધાઈ છે. કુલ 804 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બિહાર અને તેલંગનામાં કોચિંગ સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી
બિહાર અને તેલંગાનામાં હિંસાની પાછળ કોચિંગ સંસ્થાની ભૂમિકા સામે આવી છે. બિહારમાં 3 કોચિંગ સંસ્થાઓ અને તેલંગાનામાં એક સામે FIR થઈ છે. તેલંગાનામાં એક કોચિંગ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે સંચાલક જ હિંસાની પાછળનો માસ્ટરમાઈન્ડ હતો.

પટનાના લગભગ તારેગના સ્ટેશન પર થયેલા ઉપદ્રવ પછી મસૌઢીના અંચલાધિકારીના નિવેદન પર મસૌઢી પોલીસ સ્ટેશનમાં એક FIR થઈ છે. જેમાં ત્રણ કોચિંગ પેરેડાઈઝ, આદર્શ, બીડીએસના સંચાલક સહિત 70 નામજોગ અને 500 અજ્ઞાત સામેલ છે. મસૌઢી ASP મુજબ ઉપદ્રવીઓને પકડવા માટે રાત્રે અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવશે.

પટનાના DMએ કહ્યું- વોટ્સએપ ચેટની તપાસ કરીશું
પટનાના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે મીડિયાને કહ્યું- મસૌઢી કેસમાં 6-7 કોચિંગ સંસ્થાઓની ભૂમિકા સામે આવી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. અમને જાણકારી મળી છે કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને લોકોને ભડકાવવામાં આવ્યા છે. તપાસ પછી કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક અનુમાન મુજબ બિહારમાં લગભગ 4 હજાર કોચિંગ સંસ્થાઓ છે, જેમાં મોટા ભાગે રાજધાની પટનામાં છે. તો આ સંસ્થાઓમાં વાર્ષિક વ્યવસાય લગભગ 500 કરોડ રૂપિયાનો છે.

કોચિંગમાંથી રજા મળ્યા બાદ ભારે બબાલ થઈ હતી
પટનાના મસૌઢીમાં તારગેના સ્ટેશન પર શનિવારે સવારે પથ્થરમારો અને ફાયરિંગ થયું. પ્રદર્શનકારી સ્ટેશનમાં તોડફોડ કરવા લાગ્યા. પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં આગ લગાડવામાં આવી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. બચાવમાં પોલીસે 100થી વધુ રાઉન્ડ ગોળીઓ છોડી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post