• Home
  • News
  • NDTVના શેર ખરીદશે અદાણી ગ્રુપ:અદાણી ગ્રુપ NDTVનો 29.18% હિસ્સો ખરીદશે, CEOએ લેટર જાહેર કરી જાણકારી આપી
post

બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ વર્તમાનમાં ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 8 લાખ કરોડ રૂપિયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 18:58:22

અદાણી ગ્રુપ NDTV મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી ગ્રુપની કંપની AMG મીડિયા નેટવર્કની મદદથી આ ડીલ કરવામાં આવશે. આ અધિગ્રહણ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સબ્સિડયરી કંપની VPCLની મદદથી કરવામાં આવશે. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુલગિયાએ લેટર જાહેર કરી આ જાણકારી આપી છે.

બ્લૂમબર્ગ દ્વારા મેળવવામાં આવેલા ડેટા મુજબ ગત વર્ષે અદાણી ગ્રુપે 1.31 લાખ કરોડ રૂપિયામાં 32થી વધુ ડીલ કરી છે. હવે આ ગ્રુપ એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં સૌથી વધુ ડીલ કરનાર ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. આ પહેલાં 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી.

આ વર્ષે એપ્રિલમાં મીડિયા ગ્રુપ બનાવ્યું હતું
અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)AMG મીડિયા નેટવર્કની સાથે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા છે. કંપનીએ 26 એપ્રિલ, 2022નાં રોજ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ નામથી મીડિયા વ્યવસાયને ચલાવવા માટે એક લાખ રૂપિયાની ઈનિશિયલ ઓથરાઈઝ્ડ અને પેડઅપ શેર કેપિટલનું પ્રોવિઝન કર્યું છે. તેમાં પબ્લિશિંગ, એડવરટાઈઝમેન્ટ, બ્રોડકાસ્ટિંગ સહિત મીડિયા રિલેટેડ સહિતના કામો સામેલ રહેશે.

અદાણી ગ્રુપ તરફથી NDTVને ખરીદવાનો ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે 'ધ ક્વિન્ટ'માં એડિટોરિયલ ડાયરેક્ટર રહી ચુકેલા સંજય પુગલિયા 'અદાણી એન્ટરપ્રાઈઝ'ના મીડિયા ઈનિશિએટિવ્સમાં CEOની સાથે સાથે મુખ્ય સંપાદક તરીકે પસંદ થયા હતા. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુગલિયાએ લેટર જાહેર કરી જણાવ્યું હતું કે NDTV ભારતની ત્રણ સૌથી મોટ ચેનલ્સમાંથી એક છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોપ્યુલર છે.

ગૌતમ અદાણીની નેટવર્થ 8 લાખ કરોડ રૂપિયા
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ વર્તમાનમાં ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 8 લાખ કરોડ રૂપિયા છે. હાલમાં જ અદાણી ગ્રુપે દુનિયાની સૌથી મોટી સીમેન્ટ કંપની હોલસિમ પાસેથી લગભગ 81 હજાર કરોડ રૂપિયામાં અંબુજા અને ACC સીમેન્ટ કંપનીમાં ભાગીદારી ખરીદી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post