• Home
  • News
  • અડવાણી-જોશી ઉંમરના કારણે ગેરહાજર, પરંતુ સ્ટેજ પર જે સ્પેશિયલ ગેસ્ટ હશે તેમાં 5માંથી 4ની ઉંમર 60થી વધારે
post

વિહિપના નેતા અશોક સિંઘલના પરિવારમાંથી તેમના ભત્રીજા પવન સિંઘલ અને મહેશ ભાગચંદકા આ ભૂમિપૂજનના યજમાન છે, એટલે પૂજા તેમના હાથે થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 11:55:15

અયોધ્યા: ભૂમિપૂજન માટે જન્મભૂમિ સુધી જવાની તક જે મહેમાનોને મળી છે, તેના લિસ્ટમાં 135 સંત અને 40 અગ્રણી લોકો સામેલ છે. કુલ 175 લોકો આ ભૂમિપૂજનના સાક્ષી બનશે. 135 સંતો ભારત અને નેપાળમાંથી બોલાવવામાં આવ્યા છે અને તેઓ 36 સંપ્રદાયોને માને છે. નેપાળના જનકપુરના સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાજપના લાલાકૃ્ષણ આડવાણી અને મુરલી મનોહર જોશી કોરોના અને ઉંમરના પગલે જન્મભૂમિ જઈ શકેશ નહિ. જોકે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા મુજબ આમંત્રણ અને નિમંત્રણની સમગ્ર યાદી આડવાણી, જોશી અને વકીલ કે પારાશરણ સાથે ચર્ચા કરીને તૈયાર કરવામાં આવી છે.

જે લોકો મંચ પર હશે તે લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ મોહન ભાગવત, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મહંત નૃત્યુ ગોપાલદાસ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પ્રોટોકોલ મુજબ આ જગ્યા આપવામાં આવી છે. તેમાંથી યોગી આદિત્યનાથને બાદ કરતા તમામની ઉંમર 60 વર્ષથી વધુ છે. વિહિપના અગ્રણી નેતા અશોક સિંધલના પરિવારમાંથી તેમના ભત્રીજા પવન સિંધલ અને મહેશ ભાગચંદકા આ ભૂમિપૂજનના યજમાન બનશે એટલે કે પૂજા એમના હાથે કરવામાં આવશે.

આમંત્રણ આપવામાં આવ્યું છે એવા લોકોની વાત કરવામાં આવે ઉમા ભારતી આડવાણીની સૌથી નજીક છે અને રામમંદિર આંદોલનનો સૌથી મુખ્ય ચહેરો છે. ઉમા ભારતી અયોધ્યા પહોંચી ગયા છે, જોકે જન્મભૂમિમાં આવશે નહિ. તેઓ તેના માટે કોરોનાનો હવાલો આપી રહ્યાં છે. તેમનું કહેવું છે કે વડાપ્રધાન મોદી જ્યારે પરત ફરશે ત્યારે તેઓ રામલલાના દર્શન કરશે.

ભાજપના જન્મભૂમિમાં જનાર નેતાઓ

ઉમા ભારતી સિવાય જે ભાજપના નેતા જન્મભૂમિ જશે તેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સાંસદ લલ્લૂ સિંહ, ભાજપ નેતા અને જન્મભૂમિ આંદોલનના અગ્રણી વિનય કટિયાર, ઉતરપ્રદેશના નાયમ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ અને દિનેશ શર્મા, યુપી કેબિનેટ મંત્રી સુરેશ ખન્ના અને લક્ષ્મી નારાયણ સિંહ સામેલ છે. પૂર્વ રાજ્યપાલ અને સીએમ કલ્યાણ સિંહ અને જયભાન સિંહ પવૈયા પણ આ લિસ્ટનો હિસ્સો છે.

વિશ્વ હિન્દૂ પરિષદ અને RSSમાંથી

વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમાર, સદાશિવ કોકજે, પ્રકાશ શર્મા, મિલિંદ પરાંદે, રામવિલાસ વેદાંતી અને જિતેન્દ્ર નંદ સરસ્વતી સિવાય વિશ્વ હિન્દૂ પરિષદની હાઇ પાવર કમિટીના 40થી 50 લોકો ભાગ લઈ શકશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત સુરેશ ભૈયાજી જોશી, વિહિપના દિનેશ ચંદ, કૃષ્ણ ગોપાલ, ઇન્દ્રેશ કુમાર ઉપસ્થિત રહેશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 15 લોકો
મહંત નૃત્ય ગોપાલ દાસ, સ્વામી ગોવિંદ દેવ ગિરી, ચંપત રાય, નૃપેન્દ્ર મિશ્રા, સ્વામી વાસુદેવ સરસ્વતી, વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રા, અયોધ્યા રાજપરિવારના વડા, અનિલ મિશ્રા, કમલેશ્વર ચૌપાલ, મહંત દિનેન્દ્ર દાસ, અવનીશ અવસ્થી યુપી સરકાર તરફથી અને અયોધ્યાના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ અનુજ ઝા.

કાર્યક્રમમાં જોડાનારા સંતોમાં અખાડા પરિષદના નરેન્દ્ર ગિરી, સાધ્વી ઋતંભરા, યોગ ગુરુ રામદેવ, શ્રી શ્રી રવિશંકર, યુગપુરુષ પરમાનંદનો સમાવેશ થાય છે.

પહેલું આમંત્રણ હાશિમ અંસારીના પુત્ર ઇકબાલને

પહેલું આમંત્રણ અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષના પહેલા પક્ષકાર હાશિમ અન્સારીના પુત્ર ઇકબાલ અન્સારીને મોકલવામાં આવ્યું હતું. તેમના સિવાય અન્ય એક મુસ્લિમ કે જેમને આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે તેમાં પદ્મશ્રી મોહમ્મદ શરીફ શામેલ છે, જેમણે 10,000થી વધુ લાવારિસ મૃતદેહોને દફનાવી દીધા છે.

અડવાણી અને જોશી સિવાય કે જેને બોલાવવામાં આવ્યા હતા અને જેઓ આવવામાં અસમર્થ છે, તેમાં શંકરાચાર્ય અને કેટલાક સંતો છે જે ચાતુર્માસને કારણે આવવા અસમર્થ છે. કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાનોને બોલાવાયા નથી, તેનું કારણ કોરોના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post