• Home
  • News
  • 83 દિવસ બાદ ફરી તેલની કિંમત દરરોજ નક્કી થશે, રવિવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 57 પૈસા વધ્યો
post

દિલ્હીમાં રવિવારે એક લીટર પેટ્રોલના ભાવ 71.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.99 રૂપિયા થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 09:54:39

નવી દિલ્હી: ઓઇલ કંપનીઓએ 83 દિવસ બાદ ફરી દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો નક્કી કરવાનું શરૂ કરી દીધું છે. રવિવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 57 પૈસાનો વધારો થયો હતો. 6 તારીખે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 67.28 રૂપિયા પ્રતિ લીટર હતી જે રવિવારે વધીને 67.85 રૂપિયા થઇ હતી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના રેટમાં 60 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ વધારા સાથે દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 71.86 રૂપિયા અને ડીઝલનો ભાવ 69.99 રૂપિયા થઇ ગયો. 

ઓઇલ કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ-ડીઝલનું ડેઇલી પ્રાઇઝ રિવીઝન ફરી શરૂ થઇ ગયું છે. તે 16 માર્ચથી હોલ્ડ પર હતું. ત્યારબાદ ગત દિવસોમાં જ્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓઇલના ભાવ ઘટ્યા તો કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર 3 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારી હતી. સરકાર તરફથી બીજી વાર 6 જૂને પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારી દેવામા આવી હતી. 

મુંબઇ અને કોલકાતામાં પેટ્રોલના ભાવ 59 પૈસા વધ્યા છે. મુંબઇમાં એક લીટર પેટ્રોલનો ભાવ 78.91 રૂપિયા અને કોલકાતામાં 73.89 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ચેન્નઇમાં 53 પૈસા વધીને 76.07 રૂપિયા થયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post