• Home
  • News
  • ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે શિવરાજપુરમાં ટેન્ટ સિટી બનશે, ફરવાના શોખીનો માટે સારા સમાચાર
post

ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ૧૬૦૦ કીલો મીટરનો દરિયાકિનારો ગુજરાત આસપાસ આવેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-04 18:27:08

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યુ છે ત્યારે પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર કરી રહ્યું છે. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ ને વિકસાવવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહ્યુ છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ૧૬૦૦ કીલો મીટરનો દરિયાકિનારો ગુજરાત આસપાસ આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હવે દરિયાઈ બીચ નો વિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ તો, ગુજરાતમાં માંડવી, ડુમ્મસ સ ,સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયાઈ કાંઠે પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પરંતુ હવે પ્રવાસીઓ માટે સુરક્ષિત માનવામાં આવતાં શિવરાજપુર બીચ ને વર્લ્ડ ક્લાસ બીચ બનાવવાનું કામ તેજ ગતિએ સરકાર આગળ ધપાવી રહી છે.

શિવરાજપુર બીચની ખાસિયત
ક્રિસ્ટલ ક્લિયર પાણી
પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો
જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી સુવિધા
દરિયાઈ જીવ સૃષ્ટિનો ઉત્તમ નજારો જોવા મળે છે
પ્રવાસીઓ માટે સુરક્ષિત દરિયાકાંઠો
વિશ્વના ૭૬ બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ
એશિયાના બીજા બીચ તરીકે પસંદગી પામેલો બીચ
ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ
ભારતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચ નું સર્ટિફિકેટ મળ્યુ છે

શિવરાજપુર બીચ ખાતે ટેન્ટ સિટી બનાવાશે
ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે ઊપસી રહ્યુ છે. શિવરાજપુર બીચ ખાતે જતાં પ્રવાસીઓ હાલ રહેવા માટેની સુવિધા ભોગવી શકતા નથી ત્યારે ટુરીઝમ વિભાગે શિવરાજપુર બીચનો વિકાસ કરવાની કામગીરી શરૂ કરવાની તૈયારી કરી છે. ટુરીઝમ વિભાગ અહીં ટેન્ટ સિટી બનાવવાની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પ્રથમ ચરણની કામગીરી કરવા માટે રૂપિયા ૨૦૦ કરોડ નો ખર્ચ કરવામાં આવશે તેવી જાણકારી પ્રવાસન વિભાગના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.

પુર્વ રાષ્ટ્રપતિએ સાંસ્કૃતિક મેળાની શરૂઆત કરાવી હતી
પુર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વર્ષ ૨૦૨૨ માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ તેઓ શિવરાજપુર બીચ ખાતે મુલાકાત કરવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે માધવપુર સાંસ્કૃતિક મેળાનું ઉદ્ઘાટન પણ કરાવ્યું હતું.

ઈવેન્ટ અને લાઈવ દર્શનમાં ગુજરાત પ્રથમ સ્થાને
પ્રવાસન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ૧ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળ પર ૯ ઇવેન્ટ અને મહોત્સવ, ૪ લાઈવ દર્શન કરાવવામાં આવતા હતા. જે તે સમયે ગુજરાત ૧૫ મા ક્રમાંક પર હતું પરંતુ આજની સ્થિતી મુજબ અને ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ટુરીઝમ વિભાગે જાહેર કરેલી માહિતીને આધારે ગુજરાતમાં ૨૦ તીર્થ સ્થળો પર લાઈવ દર્શન ની સુવિધા અને ૧૫૩ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સમગ્ર દેશમાં ગુજરાત ટુરીઝમ પ્રથમ નંબરે આવ્યું છે.

ગુજરાતના પ્રવાસન સ્થળો વિષે દેશમાં પ્રચાર
ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર દેશભરમાં થાય તે પ્રકારનો સૈદ્ધાંતિક નિર્ણય ગત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો હતો જેમાં વૈશ્વિક સ્તરે પ્રચલિત એવા દેશના ૭ પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર ગુજરાત પ્રવાસન વિભાગની બ્યુરો ઓફિસ બનાવવાનું આયોજન કરાયું છે. આ ઓફિસમાં અલગ અલગ બે કચેરી ઊભી કરવામાં આવશે. ઓફિસમાં ગુજરાતના ફરવા લાયક તમામ સ્થળોની માહિતી તથા જાણકારી આપતા મટિરિયલ રાખી લોકોને માહિતગાર કરવામાં આવશે.

દેશમાં આ જગ્યા પર ગુજરાત પ્રવાસન નો પ્રચાર થાય છે

અયોધ્યા વારાણસી દહેરાદૂન ભુવનેશ્વર ઇન્દોર ચંદીગઢ નાગપુર

રાજ્ય સરકારના ખર્ચે બનશે ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર
ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવવા સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં સ્ટાફ પણ સરકાર દ્વારા જ નિયુક્ત કરાશે. કરાર આધારિત સ્ટાફ સંભવત: તમામ માહિતી પૂરી પાડશે. ઓફિસ બનાવવા તેમજ સ્ટાફને પગાર આપવા સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. રાજ્યમાં અલગ અલગ ૨૮ સ્થળો પર પણ ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર બનાવવાનો ગત સરકારમાં નિર્ણય લેવાયો હતો.

રાજ્યમાં બનનારા ટુરિસ્ટ સેન્ટરની વિગત
અમરેલી
આણંદ
અરવલ્લી
બનાસકાંઠા
ભરૂચ
ભાવનગર
બોટાદ
છોટાઉદેપુર
દાહોદ
ડાંગ
દેવભૂમિ દ્વારકા
ગીર સોમનાથ
જામનગર
જૂનાગઢ
ખેડા
મહીસાગર
મહેસાણા
મોરબી
નર્મદા
નવસારી
પંચમહાલ
ગોધરા
પાટણ
પોરબંદર
સાબરકાંઠા
હિંમતનગર
સુરેન્દ્રનગર
તાપી
વ્યારા
વડોદરા
વલસાડ

 

adv

Related News

post
post
post
post
post
post
post