• Home
  • News
  • જિયા ખાનની બહેન બાદ હવે શર્લિન ચોપરાએ સાજીદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો
post

અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 12:49:09

દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેન કરિશ્મા પછી હવે શર્લિન ચોપરાએ ડિરેક્ટર સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. શર્લિને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને છ વર્ષ પહેલાં સાજીદ સાથે થયેલી મુલાકાત અંગે વાત કરી હતી. આ મુલાકાત સમયે સાજીદે તેની સામે અશ્લીલ હરકત કરી હતી.

શર્લિને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'પિતાના મોતના થોડાં દિવસ બાદ હું એપ્રિલ, 2015માં સાજીદને મળવા ગઈ હતી. ત્યારે તેણે મારી સામે અશ્લીલ હરકત કરી હતી. મને યાદ છે કે ત્યારે મેં તેને કહ્યું હતું કે મને ખ્યાલ છે કે તે શું ઈચ્છે અને હું આ ઉદ્દેશ સાથે તેને મળવા આવી નથી.' આ પોસ્ટ બાદ શર્લિને સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ શૅર કરી હતી અને ગંભીર આક્ષેપો મૂક્યા હતા. આ પોસ્ટમાં શર્લિને બોલિવૂડ માફિયાનો ઉલ્લેખ પણ કર્યો છે.

ફિલ્મી પ્રલોભન આપીને પોતાનો સ્વાર્થ સાધે છે
એક પોસ્ટમાં શર્લિને કહ્યું હતું, 'એક મહત્ત્વકાંક્ષી અભિનેત્રીને કામ આપવાના બહાને બોલાવીને તેને ખોટી જગ્યાએ સ્પર્શ કરવા માટે મજબૂર કરવી, શું આ સ્વીકાર્ય છે? આ લોકો કેમ કલાકારોને ફિલ્મની લાલચ આપીને પોતાના સ્વાર્થ સાધતા હોય છે?'

અન્ય એક પોસ્ટમાં શર્લિને કહ્યું હતું, 'જો તમે જૉની સિન્સ બનવા માગો છો તો બનો, પરંતુ ફિલ્મમાં કામ અપાવવાના બહાને યુવતીઓને બોલાવીને તેની સાથે અશ્લીલ હરકત કરવી એ ક્યાંની સભ્યતા છે?' શર્લિને પોતાની પોસ્ટમાં સાજીદ ખાનને ટૅગ પણ કર્યો છે.

કરિશ્માએ પણ સાજીદ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો
શર્લિન પહેલાં જિયા ખાનની બહેન કરિશ્માએ સાજીદ પર આક્ષેપો મૂક્યા હતા. દિવંગત એક્ટ્રેસ જિયા ખાનના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રી 'ડેથ ઈન બોલિવૂડ' હાલમાં ઈંગ્લેન્ડમાં રિલીઝ કરવામાં આવી હતી. BBC પર આવેલી આ ડોક્યુમેન્ટ્રીના બીજા એપિસોડમાં જિયાની બહેન કરિશ્માએ ડિરેક્ટર સાજીદ ખાન પર જિયાનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો આક્ષેપ મૂક્યો છે. કરિશ્માના મતે, 'જિયા ખાન પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર પછી ઘરે આવીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી.' આટલું જ નહીં કરિશ્માએ એવો પણ દાવો કર્યો છે કે સાજીદે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

સાજીદે જિયાને ટોપ તથા બ્રા ઉતારવાનું કહ્યું હતું
ડોક્યુમેન્ટ્રીની એક વીડિયો ક્લિપમાં કરિશ્મા કહે છે, 'રિહર્સલ ચાલતું હતું. તે (જિયા) સ્ક્રિપ્ટ વાંચતી હતી અને તેણે (સાજીદ ખાન) તેને ટોપ તથા બ્રા ઉતારવાનું કહ્યું હતું. તેને ખબર નહોતી પડતી કે તે શું કરે. તેણે (જિયા) એવું કહ્યું હતું કે હજી તો ફિલ્મ શરૂ પણ નથી થઈ અને આ બધું થઈ રહ્યું છે. પછી તે ઘરે આવી હતી અને બહુ જ રડી હતી.'

હેરેસમેન્ટ થતું હોવા છતાંય ફિલ્મમાં કામ કર્યું હતું
કરિશ્માએ આગળ કહ્યું હતું, 'તેણે (જિયા) કહ્યું હતું, 'મેં કરાર કરેલો છે અને જો હું ફિલ્મમાં કામ કરવાની ના પાડું છું તો તે મારી પર કેસ કરશે. મને બદનામ કરશે. જો હું ફિલ્મ કરીશ તો મારું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થશે. દરેક સ્થિતિમાં મારે તો કંઈક ગુમાવવાનું છે.' આથી તેણે આ ફિલ્મ કરી હતી.'

કરિશ્માનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો
કરિશ્માએ પોતાની આપવીતી પણ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે સાજીદે તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે જિયાએ તેને બચાવી હતી. કરિશ્માએ કહ્યું હતું, 'મને યાદ છે કે હું મોટી બહેન સાથે સાજીદના ઘરે ગઈ હતી. તે સમયે મારી ઉંમર માંડ 16 વર્ષની હતી. મેં સ્ટ્રેપી ટોપ પહેર્યું હતું અને કિચન ટેબલ પર બેઠી હતી. તે (સાજીદ) મારી સામે ધારી ધારીને જોતો હતો અને કહ્યું હતું, 'તે સેક્સ ઈચ્છે છે.' તરત જ મારી બહેન જિયા મારા બચાવમાં આવી અને બોલી, 'ના, તું શું વાતો કરે છે? સામે જવાબ આપતા તેણે કહ્યું, 'જો તો ખરા, તે કેવી રીતે બેઠી છે.' તો મારી બહેને કહ્યું, 'ના, તે માસૂમ છે. હજી નાની છે. તેને ખબર નથી કે તે શું ઈચ્છે છે.' ત્યારબાદ અમે તરત જ ત્યાંથી જતાં રહ્યાં હતાં.'

કંગનાએ કહ્યું, તેને માફિયાનો સપોર્ટ
કંગના રનૌતે જિયા ખાનની બહેન કરિશ્માની વીડિયો ક્લિપ શૅર કરીને સોશિયલ મીડિયામાં કહ્યું હતું, 'તેમણે જિયાને મારી નાખી, તેમણે સુશાંતને મારી નાખ્યો અને હવે તેઓ મને મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને તેમને માફિયાનું પૂરી રીતે સમર્થન છે. તેઓ દિવસે દિવસે વધુ મજબૂત તથા સફળ બની રહ્યાં છે. આ વિશ્વ આદર્શ નથી. તમે કાં તો શિકારી છો અથવા તો શિકાર. તમને કોઈ બચાવવા આવશે નહીં. તમારે જ તમારી જાતને બચાવવી પડશે.'

'હાઉસફુલ'માં સાજીદ-જીયાએ સાથે કામ કર્યું હતું
જિયાએ સાજીદ ખાનની સાથે ફિલ્મ 'હાઉસફુલ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, દીપિકા પાદુકોણ તથા લારા દત્તા હતા. આ ફિલ્મ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં જિયાએ મજાકમાં કહ્યું હતું, 'સાજીદ, હું તારા વિશે ખોટું બોલી શકું છું? મેં જેની સાથે કામ કર્યું તે અત્યાર સુધીનો સૌથી ખરાબ ડિરેક્ટર છે, તેણે મારું જીવન નરક બનાવી દીધું છે.'

અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂક્યો છે
2018
માં જ્યારે ભારતમાં #MeToo અભિયાનની શરૂઆત થઈ ત્યારે અનેક મહિલાઓએ સાજીદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપ મૂક્યા હતા, જેમાં એક્ટ્રેસ સલોની ચોપરા, રાચેલ વ્હાઈટ, અહાના કુમરા, મંદાના કરીમી, મોડલ પાઉલા તથા એક પત્રકાર સામેલ હતી. આક્ષેપો બાદ સાજીદને 'હાઉસફુલ'ની ચોથી ફ્રેન્ચાઈઝીમાંથી ડિરેક્ટર તરીકે હટાવી લેવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post