• Home
  • News
  • વિક્ટીમ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત મદદ:દુબઇમાં વડોદરાના દંપતીની હત્યા બાદ નિરાધાર 2 પુત્રીને UAEના ગોલ્ડન વિઝા, અઢી વર્ષ પહેલાં પાકિસ્તાની નોકર દ્વારા દુબઈમાં હત્યા કરાઇ હતી
post

UAE સરકારે બંને પુત્રીઓ સાથે દાદા- દાદીને પણ વિઝા આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 10:29:46

મૂળ વડોદરાના હિરેન અઢિયા અને તેમના પત્ની વિધિ દુબઈની ઓઈલ કંપનીમાં કામ કરતાં હતાં. તેમના ઘરે પાકિસ્તાની નોકર પણ કામ કરતો હતો. 2018માં જૂનમાં ઘરમાં ચોરી કરતા પાકિસ્તાની નોકરને હિરેન અઢિયા જોઇ ગયા હતા. જેથી નોકરે ચપ્પુના 15 ઘા મારી તેમની હત્યા કરી હતી અને તેમના પત્ની પર પણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેમની મોટી પુત્રીએ પોલીસને જાણ કરી હતી. દુબઇ પોલીસે ઘટનાના 24 કલાકમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

ઘટનમાં નિરાધાર બની ગયેલી બંને પુત્રીઓની મદદે યુએઈ સરકાર મદદ આવી હતી અને બંનેને ગોલ્ડન વિઝા આપ્યા હતા. ઉપરાંત તેમના દાદા-દાદીને પણ ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા હતા અને સરકારે બંને પુત્રીઓને સતત માર્ગદર્શન પણ આપ્યું હતું. બંને પુત્રીઓને બે યુનિવર્સીટીમાં ભણતરનો ખર્ચ પણ સરકાર દ્વારા ઊઠાવી લેવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post