• Home
  • News
  • કોંગ્રેસના સંકટમોચક ન રહ્યાં:અહેમદ પટેલ ઈન્દિરાના જમાનાથી કોંગ્રેસના ટ્રબલશૂટર તરીકે ઓળખાતા હતા, સોનિયાના સૌથી અંગત સલાહકાર હતા
post

રાજીવ ગાંધીની વખતે અહમદ પટેલનું કદ વધ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 09:02:47

કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે નિધન થઈ ગયું છે. પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તે સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં થતી હતી, પણ તે ક્યારેય સરકારનો હિસ્સો નહોતા રહ્યાં. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઈન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા, તો ઈન્દિરા ગાંધીએ તેમને ભરુચથી ચૂંટણી લડાવી હતી.

રાજીવ ગાંધીની વખતે અહમદ પટેલનું કદ વધ્યું હતું
કોંગ્રેસમાં અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું જ્યારે ઈન્દિરા ગાંધીના પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી રહ્યાં હતા. ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકોની બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા અને પટેલને કોંગ્રેસ સાંસદ હોવા સિવાય પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમને થોડાક સમય માટે સંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

નરસિમ્હા રાવના સમયે મુશ્કેલીઓ સામે લડવું પડ્યું હતું
1991
માં જ્યારે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા. કોંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્યતા પદ સિવાયના તમામ પદો પરથી અહેમદને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો, એટલા માટે પરિવારોના વફાદાર વ્યક્તિઓએ મુશ્કેલી સામે ઝઝૂમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રી પદની રજુઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તે ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસ મળવા લાગી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી.

એકદમ સ્ટ્રેટજિક રીતે કામ કરતા હતા
મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે મોડી રાત સુધી કામ કરવું અને કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન પર કોઈ પણ કામ સોંપી દેવું પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તે એક મોબાઈલ ફોન હંમેશા ફ્રી રાખતા હતા જેની પર માત્ર 10 જનપથથી જ ફોન આવતા હતા. તે એકદમ સ્ટ્રેટજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટજીથી કામ કરવાની વાત કહેતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post