• Home
  • News
  • અમદાવાદ, દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનોની થશે કાયાકલ્પ, સરકારે બનાવ્યો 10 હજાર કરોડના રોકાણનો પ્લાન
post

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જાણકારી આપી કે ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનો- નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈના પુનર્વિકાસ માટે ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:21:22

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્રણ મોટા નિર્ણય લીધા હતા. તેમાં રેલવે સ્ટોશનોની કાયાકલ્પ પણ સામેલ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને જાણકારી આપી કે ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનો- નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈના પુનર્વિકાસ માટે ભારતીય રેલવેએ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં લગભગ 10,000 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. તે સિવાય દેશના 199 પ્લેટફોર્મોના કાયાકલ્પ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. 

બુધવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી કે રેલવે સ્ટેશનોના એકીકૃતને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. 199 રેલવે સ્ટેશનોના કાયાકલ્પ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. રેલ મંત્રીએ કહ્યું કે આ મહત્વકાંક્ષી પરિયોજના હેઠળ રેલવે સ્ટેશનોના પ્લેટફોર્મની જગ્યાએ વિકાસ કરવામાં આવશે. સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે. 

શું છે સરકારનું પ્લાનિંગ
કેન્દ્ર સરકાર રેલવે સ્ટેશનોના કાયાકલ્પ તરફ આગળ વધી રહી છે. તેમાં પ્રથમ તબક્કામાં ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનો પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમાં નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ રેલવે સ્ટેશન સામેલ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી કે નવી દિલ્હી રેલવે સ્ટેશનોમાં બસો, ઓટો અને મેટ્રો રેલ સેવાઓની સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરવામાં આવશે. તો અમદાવાદ રેલવે સ્ટેશનનું નવુ સ્વરૂપ મોઢેરાના સૂર્યમંદિરથી પ્રેરિત છે. મુંબઈના હેરિટેજ ભવનને છુપાવવામાં આવશે નહીં, પરંતુ આસપાસની ઇમારતોને ફરીથી વિકસિત કરવામાં આવશે. 

આ પહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય કેબિનેટે આગામી ત્રણ મહિના માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાઈ) યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ વધારો સાતમા પગાર પંચની ભલામણો પર આધારિત છે. નવા વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post