• Home
  • News
  • અમદાવાદ ચૂંટણી:2017 કરતાં 13 ટકા ઓછું મતદાન, સૌથી ઓછું 45.40 ટકા અસારવા અને સૌથી વધુ 64.44 ટકા દસક્રોઈમાં
post

બાપુનગર વિધાનસભામાં આવેલા સરસપુર વિસ્તારમાં બપોર બાદ મતદાન વધ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:29:03

અમદાવાદ સહિત રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની આજે ચૂંટણી યોજાઈ હતી. પાંચ વાગ્યે મતદાન પૂરું થયું હતું અને જિલ્લા અને શહેરની 21 બેઠકો પરના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 5 વાગ્યા સુધી 53.57 ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ સૌથી વધુ 64.44 ટકા મતદાન દસક્રોઈ તાલુકામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 45.40 ટકા અસારવામાં નોંધાયું છે. (આ આંકડા ચૂંટણી પંચે જાહેર કરેલા સંભવિત છે... તેમાં ફેરફાર થઈ શકે છે)

મતદાન માટે બાપુનગરમાં ઢોલ વાગ્યાં
બાપુનગર વિધાનસભામાં આવેલા સરસપુર વિસ્તારમાં બપોર બાદ મતદાન વધ્યું હતું. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મતદાનને કલાક જેટલો સમય બાકી હતો ત્યારે હવે મતદારો ઘર બહાર નીકળી મતદાન માટે બહાર આવ્યા હતા. બાપુનગર વિધાનસભામાં ભાજપ દ્વારા જીત માટે સોસાયટીઓના નાકે ઢોલ મૂકવામાં આવ્યા હતા, જેથી તેઓ સીધા મતદાનના સંપર્કમાં આવી શકે અને તેમને મતદાન બૂથ સુધી પહોંચાડી શકાય. તો કોંગ્રેસ દ્વારા પણ કાર્યકરો અને નેતાઓ સોસાયટીમાં પહોંચીને લોકોને મતદાન કરવા માટે કહી રહ્યા હતા.

અમરાઈવાડીમાં ઘરે ઘરે જઈને મતદાન માટે વિનંતીઓ કરાઈ
અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં બપોરે બાદ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. લીમડાચોક પાસે આવેલા મતદાન મથકમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પણ શાહપુર દરવાજા બહાર કાશી વિશ્વનાથ મહાદેવ પાસે આવેલી સ્કૂલમાં પણ મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. જોકે જમાલપુર ખાડિયા વિસ્તારમાં હજી પણ મતદારોમાં કોઈ ઉત્સાહ હોય એવું જણાતું હતું. અમરાઈવાડી વિધાનસભામાં ઓછું મતદાન થયું હોવાથી કોંગ્રેસના કાર્યકરો અલગ અલગ સોસાયટીઓમાં જઈને લોકોને વોટ કર્યા કે નહીં એ ચેક કરી રહ્યા હતા. જે મતદારોને મત આપવાના બાકી હોય તેમને મત આપવા જવા વિનંતી કરી રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post