• Home
  • News
  • અમદાવાદમાં લૉકડાઉનનો સૌથી વધુ ભંગ, 21 દિવસમાં 4215 કેસ, 3748 કેસ અને 6341 ધરપકડ સાથે સુરત બીજા ક્રમે
post

રાજ્યની 80 ટકા ફોર્સ લૉકડાઉનને અમલી બનાવવા પ્રયાસ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 10:52:57

અમદાવાદ: દેશભરમાં કોવિડ-19 સામે લડવા માટે લૉકડાઉનનું કડક રીતે પાલન થઈ રહ્યું છે પણ તેનો ભંગ તંત્ર માટે માથાનો દુખાવો બની ગયો છે. કેમ કે જે શહેરોમાં સૌથી વધુ લૉકડાઉનનો ભંગ થયો ત્યાં જ કોરોના પોઝિટિવ કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે. આંકડા જણાવે છે કે ગુજરાતમાં કુલ 50 હજારથી વધુ કેસ સોશિયલ ડિસ્ટન્સિંગ ભંગના નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 21 દિવસના લૉકડાઉનમાં સૌથી વધુ 4215 કેસ નોંધાયા હતા. જેમાં 10,204 લોકોની પોલીસે અટકાયત કરી હતી. આ જ કારણ છે કે કોરોના પોઝિટિવની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ 492એ પહોંચી ગઈ છે. અહીં સૌથી વધુ 17 મૃત્યુ પણ થયાં છે. 

લૉકડાઉન તોડવા મામલે જૂનાગઢે વડોદરા અને રાજકોટને પણ પાછળ છોડ્યા
જ્યારે લૉકડાઉનનો ભંગ કરવા મામલે સુરત બીજા ક્રમે છે. અહીં 3748 કેસ લૉકડાઉન ભંગના નોંધાયા છે અને તેમાં 6341 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે લૉકડાઉન તોડવા મામલે જૂનાગઢે વડોદરા અને રાજકોટને પણ પાછળ કરી દીધા છે અને તે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ગુજરાતમાં ઝડપથી વધી રહેલા કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સૌથી મોટું કારણ પણ આ જ છે. કેમ કે હળવામળવાના કારણે લોકો કેરિયરની જેમ કોરોનાને સમાજમાં ફેલાવી રહ્યા છે અને તેમને આ વાતની જાણ પણ નથી. કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે જ પ્રદેશમાં પોઝિટિવની સંખ્યા ગત અમુક દિવસોમાં ઝડપથી વધી છે અને અત્યાર સુધી 871 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે, જોકે 36 લોકો મૃત્યુ પણ પામ્યા છે. નવા કેસોમાં મોટા ભાગના લોકો એવા જ છે જે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે ચેપગ્રસ્ત થયા છે. લૉકડાઉન ભંગના સૌથી ઓછા કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. અહીં ફક્ત 572 કેસ નોંધાયા છે. 1562 લોકોની અટકાયત કરાઈ છે. 

ક્રાઈમમાં 92 ટકા કેસ લૉકડાઉન ભંગના
પોલીસે જણાવ્યું કે રાજ્યની 80 ટકા ફોર્સ લૉકડાઉનને અમલી બનાવવા પ્રયાસ કરી રહી છે. તેમ છતાં મોટા ભાગના કેસ લૉકડાઉન ભંગના જ નોંધાયા છે. લૂંટ, ચોરી જેવા કેસની સંખ્યા ગત 21 દિવસમાં ઝડપથી ઘટી માત્ર 8.34 ટકા રહી ગઈ છે. રાજ્યમાં સરેરાશ દરરોજ 1200થી વધુ મોટા ક્રાઈમના કેસ નોંધાતા હતા જે હવે ઘટીને આશરે 100 જ રહી ગયા છે. 

મહાનગરપાલિકા નિયમ તોડવામાં સૌથી આગળ
નાનાં શહેરો તથા કસ્બાની તુલનાએ રાજ્યની મહાનગરપાલિકાઓમાં લૉકડાઉન ભંગના સૌથી વધુ કેસ મળ્યા છે. આઠ મહાનગરપાલિકાઓમાં અત્યાર સુધી 17,206 કેસ નોંધાયા છે તેમાં કુલ 29,992 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની તુલનાએ નાના શહેરોમાં આ સંખ્યા ખૂબ જ ઓછી છે. ડાંગમાં સૌથી ઓછા 50 કેસ ભંગના નોંધાયા છે. 

લૉકડાઉન 1ના અંતિમ 8 દિવસોમાં સુરતથી અમદાવાદ આગળ નીકળી ગયું
આઠ મહાનગરપાલિકાથી મળેલા આંકડા અનુસાર સૌથી વધુ ઝડપથી લૉકડાઉન ભંગના કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કુલ 4,215 કેસ 21 દિવસમાં નોંધાયા હતા. જેમાંથી 6 એપ્રિલ સુધી કુલ 1,282 કેસ નોંધાયા હતા. જોકે છેલ્લા આઠ દિવસમાં 2,933 નવા કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 6 એપ્રિલ સુધી કુલ 1,538 કેસ નોંધાયા હતા. આ રાજ્યમાં પ્રથમ ક્રમે હતું પણ છેલ્લા આઠ દિવસમાં કુલ 2,216 કેસ જ નોંધાયા. અહીં કુલ 3,748 કેસ નોંધાયા છે. તે રાજ્યમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા ક્રમે જૂનાગઢ છે જ્યાં 6 એપ્રિલ સુધી 767 કેસ નોંધાયા હતા. જોકે લૉકડાઉનના 21 દિવસ પૂરા થવા સુધી તે વધીને 2,139 થઈ ગયા.



ક્યાં કેટલા કેસ

શહેર

કેસ

પકડાયેલા 

અમદાવાદ

4,215

10,204

સુરત

3,748

6,341

રાજકોટ

1,600

2,095

વડોદરા

2,018

3,345

જામનગર

929

643

જૂનાગઢ

2,139

3,242

ભાવનગર

1,985

2,560

ગાંધીનગર

572

1,562

 

adv

Related News

post
post
post
post
post
post
post