• Home
  • News
  • IPLમાં અમદાવાદની ટીમે 3 ખેલાડી પસંદ કર્યા:હાર્દિક પંડ્યા, રાશિદ ખાનને 15-15 કરોડ, શુભમન ગિલને ફ્રેન્ચાઇઝીએ 7 કરોડમાં ખરીદ્યો
post

CVC કેપિટલે IPLમાં અમદાવાદની ટીમ ખરીદી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-18 10:36:53

નવી દિલ્લી: IPL 2022 માટે અમદાવાદ ટીમે ત્રણ ખેલાડીને પોતાની ટીમમાં લઈ લીધા છે. espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને સાત કરોડ મળશે. હાર્દિક પંડ્યા કેપ્ટન હશે. 22 જાન્યુઆરી સુધીમાં IPLની બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ ત્રણ-ત્રણ ખેલાડી રિટેન કરવાના હતા.

અમદાવાદ ટીમે કોચિંગ સ્ટાફની પસંદગી પણ કરી લીધી છે. ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા હશે. ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી ટીમના ડાયરેક્ટર હશે. ભારતીય ટીમના પૂર્વ કોચ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર હશે. આ પહેલાં હાર્દિક પંડ્યા, મુંબઈ ઈન્ડિયન્સમાં, રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદમાં અને શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સમાં રમતા હતા.

ગુજરાતી હોવાથી પંડ્યા પ્રથમ પંસદ
2015
માં મુંબઈએ 10 લાખ રૂપિયામાં હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં લીધો હતો. એક્સપર્ટનું નામવું છે કે હાર્દિક પંડ્યા ગુજરાતી હોવાથી ફ્રેન્ચાઈઝીએ તેને પોતાની સાથે જોડ્યો છે અને કેપ્ટન બનાવ્યો છે, જેનાથી તેની લોકપ્રિયતાનો લાભ મળે.

બોલિંગ કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે પંડ્યા
હાર્દિક પંડ્યા 2019માં ઈંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે બાદ ફિટનેસ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે કમરની સર્જરી પણ કરાવી. તેમ છતાં બોલિંગમાં ફિટનેશ મેળવી શક્યો નથી. IPLની ગત સીઝનમાં તેણે બોલિંગ કરી નથી. T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં તેણે બોલિંગ કરી નહોતી. આ કારણે પંડ્યાએ ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવવું પડ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને રિટેન કર્યો ન હતો.

CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPL
માં અમદાવાદની ટીમને CVC ગ્રુપે 5625 કરોડ રૂપિયામાં ખરીદી હતી. એવામાં હવે આ ટીમ સામે વિવાદ એટલે સર્જાયો, કારણ કે CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું છે. આ અંગે BCCIએ કમિટી બનાવી હતી અને હવે ટીમના ભવિષ્ય તથા આ ડીલ સામે સવાલો ઊભા થયા હતા. જોકે BCCI આ અંગે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ
IPL
ની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post