• Home
  • News
  • અંબાલામાં રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રીની ઉપસ્થિતિમાં સર્વધર્મ પૂજા થશે, ફાઈટર જેટ કરતબ બતાવશે; 17 વર્ષ પછી નવો ઈતિહાસ બનશે
post

2003 પછી પ્રથમ વખત કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા કાર્યક્રમમાં હાજર રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 09:32:52

ફ્રાન્સમાંથી ખરીદવામાં આવેલા 5 આધુનિક લડાકૂ વિમાન રાફેલને આજે અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. આ દરમિયાન સર્વધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર પૂજા થશે. કાર્યક્રમમાં રક્ષમંત્રી રાજનાથ સિંહ ચીફ ગેસ્ટ હશે. સાથે જ ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે. સેરેમની 6 કલાક ચાલશે.

10.30 વાગ્યાથી એર શો સમારંભને ઐતિહાસિક બનાવવા માટે વાયુસેનાએ તૈયારીઓ પૂરી કરી લીધી છે. સવારે 10 વાગ્યે રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષામંત્રી અમ્બાલા એરફોર્સ સ્ટેશનમાં લેન્ડ કરશે. પછીથી 10.30 વાગ્યાથી એર શો શરૂ થશે. હવામાં એક પછી એક વિવિધ વિમાનો પ્રદર્શન કરશે. તે પછી ધ્રુવ હેલીકોપ્ટરની સારંગ ટીમ કરતબ બતાવશે. આ પહેલા 2016માં પણ સારંગ ટીમ ​અંબાલામાં એર શો કરી ચૂકી છે. અંબાલામાંના લોકો ઘરની છતો પરથી એર શો જોઈ શકશે.

રાફેલની સાથે અંબાલામાં પ્રથમ વખત સ્વદેશી તેજસ પણ કરતબ બતાવશે. તેજસ વિમાનમાં રાફેલની જેમ જ ડેલ્ટા વિંગ છે. આ સિવાય જગુઆર અને સુખોઈ-30 પણ પરફોર્મ કરશે.

17 ગોલ્ડન એરો સ્ક્વાડ્રનમાં સામેલ થશે
રાફેલરાફેલ ફાઈટર જેટની અંબાલા ખાતે આવેલી 17 સ્ક્વાડ્રનમાં સત્તાવાર એન્ટ્રી ઈતિહાસના પાનામાં નોંધાશે. 17 વર્ષ પછી કોઈ રક્ષા મંત્રી અંબાલા એરફોર્સ સ્ટેશનમાં કોઈ મોટા સમારોહમાં સામેલ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post