• Home
  • News
  • અજય દેવગણે મુંબઈમાં 45 કરોડની ઑફિસ ખરીદી:5 દિવસ પહેલાં જ કાજોલે મુંબઈમાં રૂ. 16.5 કરોડનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો!
post

16મા માળે ઓફિસનાં 3 યુનિટ છે અને તેની કિંમત 30.35 કરોડ રૂપિયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 19:09:12

બોલિવૂડ એક્ટર અજય દેવગને મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં નવી ઓફિસ ખરીદી છે. 5 યુનિટ ઓફિસ ધરાવતી આ પ્રોપર્ટીની કિંમત 45 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ઓશિવારામાં સિગ્નેચર બિલ્ડિંગના 16મા અને 17મા માળે ખરીદેલી આ ઓફિસની કુલ જગ્યા 13,293 ચોરસ ફૂટ છે. જો કે, અજયે હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

2.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે
જ્યાં 16મા માળે ઓફિસનાં 3 યુનિટ છે અને તેની કિંમત 30.35 કરોડ રૂપિયા છે. આ માટે રૂ. 1.82 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. 17મા માળે આ ઓફિસના બે યુનિટ છે, જેની કિંમત 14.74 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ માટે 88.44 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે.

મિલકત મૂળ નામે નોંધાયેલી છે
અજયે આ પ્રોપર્ટી તેના મૂળ નામ વિશાલ વીરેન્દ્ર દેવગનના નામે રજીસ્ટર્ડ કરાવી છે. અભિનેતાએ આ ઓફિસ યુનિટ ખરીદ્યું તેના પાંચ દિવસ પહેલા તેની પત્ની અને અભિનેત્રી કાજોલે 16.5 કરોડ રૂપિયાનું એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. 2,493 ચોરસ ફૂટના કાર્પેટ વિસ્તાર સાથે, આ એપાર્ટમેન્ટમાં 4 કાર પાર્કિંગ સ્પોટ છે.

47 કરોડનો બંગલો બે વર્ષ પહેલાં જ ખરીદાયો હતો
મનીકંટ્રોલના જ એક રિપોર્ટ અનુસાર, બે વર્ષ પહેલા અજયે મુંબઈના જુહુમાં એક બંગલો ખરીદ્યો હતો. 474.4 ચોરસ મીટરમાં ફેલાયેલા આ બંગલાની કિંમત 47.5 કરોડ રૂપિયા હતી.

'મૈદાન' માટે યોગ્ય રીલિઝ ડેટ શોધી રહ્યાં છીએ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અજયની ફિલ્મ 'ભોલા' રીલિઝ થઈ છે. તેણે હાલમાં જ અભિષેક કપૂરની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આમાં તેની સાથે ભત્રીજો અમન દેવગન અને રવિના ટંડનની દીકરી રાશા થડાણી જોવા મળશે. આ સિવાય અજય ફિલ્મ 'મૈદાન' માટે યોગ્ય રિલીઝ ડેટ શોધી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post