• Home
  • News
  • અજિત પવારે કાલે NCPની બેઠક બોલાવી:કહ્યું- તમામ સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પહોંચે; આવતીકાલે શરદ પવારની પણ બેઠક
post

5મી જુલાઈએ NCPના તમામ નેતાઓની બેઠક બોલાવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-04 17:49:16

મહારાષ્ટ્રમાં શિવસેના બાદ હવે NCP પણ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે. પ્રથમ શરદ પવાર જૂથ અને બીજું અજિત પવાર જૂથ. બંનેએ પોતાની તાકાત બતાવવા માટે આવતીકાલે એટલે કે બુધવારે બેઠક બોલાવી છે. મંગળવારે અજિત પવારે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. અજિત પવારની પાર્ટીના કાર્યાલય ખાતે હોબાળો થયો હતો. સમર્થકોનું કહેવું છે કે PWD વિભાગે ઓફિસની ચાવી સોંપી નહોતી એટલે તાળું તોડીને દરવાજો ખોલવામાં આવ્યો છે. સોમવારે NCPમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અજિતે પોતાની નવી પાર્ટી બનાવી છે. તેમણે આજે પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં શિવસેનાની જેમ NCPના પણ બે ટુકડા થઈ ગયા છે. NCPમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતાની નવી પાર્ટી અને ટીમ બનાવી છે. આજે તેમણે નવી ઓફિસનું ઉદઘાટન કર્યું છે. આ તરફ શરદ પવારની પણ આજે બપોરે બેઠક મળી હતી. શરદ પવારે સોમવારે રાત્રે વકીલો સાથે બેઠક કરી હતી. NCP બળવાખોરોનો મુદ્દો કોર્ટમાં લઈ જઈ શકે છે.

બીજી તરફ, પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા પ્રફુલ પટેલનો દાવો છે કે 53માંથી 51 ધારાસભ્યોએ શરદ પવારને કહ્યું હતું કે MVA સરકાર પડ્યા પછી ભાજપ સાથે હાથ મિલાવવા ઈચ્છતા હતા. જયંત પાટીલ પણ તેમાંના એક હતા.

પવારે બીજી બે મોટી વાત કહી...

1. અમારા કેટલાક લોકો ભાજપના ષડયંત્રનો શિકાર બન્યા

સોમવારે સતારામાં આયોજિત રેલીમાં શરદ પવારે કહ્યું- ભાજપ દેશભરમાં ચૂંટાયેલી સરકારોને પછાડી રહી છે. આપણા કેટલાક લોકો ભાજપના ષડયંત્રનો શિકાર બન્યા. મહારાષ્ટ્રમાં પણ આવું જ બન્યું છે. મહારાષ્ટ્રની જનતાએ એકજૂથ થઈને પોતાની તાકાત બતાવવી પડશે.

2. 5મી જુલાઈએ NCPના તમામ નેતાઓની બેઠક બોલાવી

શરદે કહ્યું- વડીલોના આશીર્વાદથી અમે નવી શરૂઆત કરીશું. અમે 5મી જુલાઈએ પાર્ટીના તમામ નેતાઓની બેઠક બોલાવી છે. બેઠકમાં તમામ નેતાઓએ એફિડેવિટ સાથે આવવું જોઈએ. અજિત પવાર કેમ્પમાંથી એવા ઘણા લોકો હશે, જેઓ કહે છે કે તેમની વિચારધારા NCPથી અલગ નથી અને તેઓ આગામી થોડા દિવસોમાં અંતિમ નિર્ણય લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post