• Home
  • News
  • CM સોરેનના નજીકના મનાતા અને ઝારખંડની રાજનીતિના ગેમચેન્જર પ્રેમ પ્રકાશના ઘરની તિજોરીમાંથી AK-47 મળી
post

ગેરકાયદે ખનનના કેસમાં ચાલી રહી છે કાર્યવાહી

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-24 17:14:46

ઝારખંડમાં ખનનકૌભાંડમાં આજે 16 દુકાનમાં EDના દરોડા ચાલી રહ્યા છો. CM હેમંત સોરેનના નજીકના મનાતા પ્રેમ પ્રકાશના રાંચી સ્થિત નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા. પ્રેમ પ્રકાશના ઘરે તિજોરીમાંથી 2 AK-47 રાઇફલ જપ્ત કરવામાં આવી. આ રાઇફલની તસવીરો સામે આવી છે. પ્રેમ પ્રકાશની જૂની ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. આ ઓફિસ કેટલાક દિવસોથી બંધ છે. પ્રેમ પ્રકાશની માલિકીનાં 11 સ્થળે દરોડાનો દૌર ચાલી રહ્યો છે.

પ્રેમ પ્રકાશ ઝારખંડની રાજનીતિમાં ગેમ ચેન્જર અને કિંગમેકર માનવામાં આવે છે. આ પહેલાં પણ ઈડીએ પ્રેમ પ્રકાશને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે કેટલાક કલાકો સવાલ જવાબ ચાલ્યા પછી EDએ તેમને છોડી દીધા હતા.


પ્રેમ પ્રકાશના નજીકના મનાતા લોકો અને CAને ત્યાં પણ દરોડા
આ કાર્યવાહીને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે સ્થાનિક પોલીસને પણ ખબર નહોતી. EDએ રાંચીમાં CA એમ.કે. ઝા, યસ એન્ડ કંપનીની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનિતા કુમારીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. લાલપુરના જતીન ચંદ્રા રોડ સ્થિત સિંહ એપાર્ટમેન્ટમાં અનિતા કુમારીનો 1-A નંબરનો ફલેટ છે, એમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એક ટીમ પ્રેમ પ્રકાશના સાસારામ સ્થિત ઘરે પણ તપાસ કરી રહી છે.


ઈંડા સપ્લાય કરનારામાંથી પાવર બ્રોકર બન્યો પ્રેમ પ્રકાશ
- એક સમય હતો કે મિડ ડે મીલમાં ઈંડાં સપ્લાયનું કામ કરતા પ્રેમ પ્રકાશ 8 જ વર્ષમાં ઝારખંડની સત્તાના પાવર બ્રોકર બની ગયા. IAS-IPS અધિકારીઓની બદલી કરાવવામાં અને સરકારી કોન્ટ્રેક્ટ મેનેજ કરવામાં પ્રેમ પ્રકાશની ભૂમિકા મહત્ત્વની છે.

- 8 વર્ષ પહેલાં 2015-16માં રાજ્ય સરકાર દ્વારા રેડી ટુ ઈટ ફૂડની વ્યવસ્થા કરવામાં આવી. આ જ મિડ ડે મીલમાં ઈંડાં સપ્લાય કરવાનું કામ પ્રેમ પ્રકાશને મળ્યું હતું. આ જ રસ્તે તે પોતાનો પગપેસારો કરતો ગયો.

- બરિયાતુ પોલીસ મથકમાં એક એપાર્ટમેન્ટની પાછળ પેન્ટ હાઉસમાં આયોજિત તેની પાર્ટીમાં મોટા ભાગના અધિકારીઓ સામેલ થતા હતા.


ગેરકાયદે ખનનના કેસમાં ચાલી રહી છે કાર્યવાહી
આ દરોડા ગેરકાયદે ખનન સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. આ અંગે એજન્સીએ DMOને બોલાવીને પૂછપરછ કરી છે, સાથે જ CMના પ્રેસ એડવાઇઝર સહિત ધારાસભ્યના સલાહકારની પણ પૂછપરછ કરી છે. આ સલાહકારો હાલમાં EDની રિમાન્ડમાં છે. જ્યારે પ્રેસ એડવાઇઝરને બે વખત બોલાવીને પૂછપરછ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post