• Home
  • News
  • અક્ષયની ફીમાં વધારો:લોકડાઉનમાં 36 કરોડ રૂપિયા ફી વધી અક્ષય કુમારની, હવે એક ફિલ્મ માટે 135 કરોડ રૂપિયા લેશે
post

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મોમાં 'સૂર્યવંશી', 'અતરંગી રે', 'પૃથ્વીરાજ', 'રામસેતુ', 'મિશન લાયન', 'રક્ષાબંધન' વગેરે સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-29 11:45:58

દર વર્ષે 3-4 ફિલ્મોમાં જોવા મળનારા અક્ષય કુમારને બોલિવૂડની સફળતાની ગેરેન્ટી તરીકે જોવામાં આવે છે. તે સૌથી વ્યસ્ત એક્ટર્સમાંના એક છે. ત્યાં સુધી કે લોકડાઉનમાં જ્યારે તે શૂટિંગ ન કરી શક્યા તો તેણે તે સમયનો ઉપયોગ સ્ક્રિપ્ટ વાંચવામાં અને તેને ફાઇનલ કરવામાં કર્યો. રિપોર્ટ્સ મુજબ અક્ષયે માત્ર આગામી બે વર્ષની ફિલ્મો ફાઇનલ કરી છે એટલું જ નહીં તેણે તેની ફી પણ વધારી છે.

2022 માટે 135 કરોડ રૂપિયા ચાર્જ કરશે
બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, લોકડાઉનના થોડા મહિનામાં અક્ષયે તેની ફી 98 કરોડથી 108 કરોડ કરી. હાલમાં જ સાઈન કરેલી ફિલ્મો માટે 117 કરોડ રૂપિયા લીધા, જે 2021માં રિલીઝ થશે. જ્યારે 2022માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે 135 કરોડ રૂપિયા ફી લેશે.

અક્ષયને દરેક પ્રોડ્યુસર કાસ્ટ કરવા ઈચ્છે છે
આ રિપોર્ટ અનુસાર, લો રિસ્ક, લો બજેટ, એશ્યોર્ડ રિટર્ન મોડલ અને માર્કેટમાં તેની ડિમાન્ડને જોઈને દરેક પ્રોડ્યુસર તેને ફિલ્મમાં કાસ્ટ કરવા ઈચ્છે છે. આ જોઈને અક્ષયે ઇકોનોમિક ફોર્મ્યુલા અપનાવીને 2022માં રિલીઝ થનારી તેની બધી ફિલ્મોની ફી વધારીને 135 કરોડ રૂપિયા કરી દીધી.

કેટલું બજેટ હશે અને શું હશે કલેક્શન?
અક્ષયની મોટાભાગની ફિલ્મોનું બજેટ લગભગ 35થી 45 કરોડ વચ્ચે રહેશે. આ સિવાય 15 કરોડ રૂપિયા પ્રિન્ટ અને પબ્લિસિટી પર ખર્ચ થશે. કુલ મળીને ફિલ્મ પર 50થી 60 કરોડ રૂપિયા રહેશે. જો તેમાં અક્ષયની ફી ઉમેરવામાં આવે તો આ બજેટ 185થી 195 કરોડ રૂપિયા વચ્ચે રહેશે. જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો સેટેલાઇટ અને ડિજિટલ રાઇટ્સથી અંદાજે 80થી 90 કરોડ રૂપિયા આવશે. મ્યુઝિક રાઇટ્સથી અંદાજે 10 કરોડ રૂપિયાની કમાણી થશે. ભારતમાં બોક્સઓફિસ કલેક્શન 210થી 220 કરોડ રૂપિયા હશે.

મિત્રને ફીમાં 20%નું ડિસ્કાઉન્ટ આપ્યું
જણાવવામાં આવી રહ્યું છે કે પોતાના મિત્ર પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાને અક્ષયે તેની ફીના માર્કેટ રેટના હિસાબે 20%ની વિશેષ છૂટ આપી છે. કારણકે સાજીદ મોટા પાયે ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને અક્ષય નથી ઈચ્છતો કે તેના પર ભાર આવે.

 

adv

Related News

post
post
post
post
post
post
post