• Home
  • News
  • અક્ષય કુમાર જાતે ગાડી ડ્રાઇવ કરી ટ્વિન્કલ ખન્નાને હોસ્પિટલ લઇ ગયો, ટ્વિન્કલે ચોખવટ કરી- કોરોના વાઇરસ નથી
post

ટ્વિન્કલે શેર કરેલ વીડિયોમાં અક્ષય માસ્ક પહેરીને ગાડી ચલાવતો દેખાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-30 11:49:58

મુંબઈ : મહામારી કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ખૂબ અગત્યના કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. આ સમયે ટ્વિન્કલ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં અક્ષય કુમાર ખુદ ગાડી ડ્રાઇવ કરી તેને હોસ્પિટલ લઇ ગયો હતો. જોકે ટ્વિન્કલે વીડિયોમાં ચોખવટ કરી હતી કે, મને કોરોના નથી, મારો પગ ભાંગ્યો છે.

 

ટ્વિન્કલે શેર કરેલ વીડિયોમાં અક્ષય માસ્ક પહેરીને ગાડી ચલાવતો દેખાયો છે. ટ્વિન્કલ વીડિયોમાં બોલે છે કે, રવિવારની સવાર અને મુંબઈના રોડ એકદમ સુમસામ છે. અમે લોકો હોસ્પિટલથી પરત ફરી રહ્યા છે અને મને કોરોના નથી. તેણે અક્ષયને બતાવીને કહ્યું ચાંદની ચોકથી આ મારો ડ્રાઇવર છે.

ટ્વિન્કલ ખન્નાએ તેની સેન્સ ઓફ હ્યુમરનો પરિચય પણ આ વીડિયોમાં આપી દીધો છે. અક્ષય કુમારે કોરોના વાઇરસ સામે લડવા પીએમ રિલીફ ફંડમાં 25 કરોડ રૂપિયા આપ્યા છે. એટલે ટ્વિન્કલ વીડિયોમાં બોલે છે કે, આ રવિવાર મારા પતિનું ખિસ્સું હળવું છે અને અમને આટલો સંતોષ ક્યારેય થયો ન હતો. અને મારો પગ ભાંગી ગયો છે. દરેકને હેપી સન્ડે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post