• Home
  • News
  • શિવ વિલાસમાં 72 રૂમ બુક, ગુજરાત કોંગ્રેસના બધા ધારાસભ્યો સાથે જ રહેશે
post

ત્રણ જયપુરમાં ફર્યા, 11 રૂમમાં જ બંધ રહ્યા, બધા રાજસ્થાન આઈબી-કોંગ્રેસની નજરમાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-16 11:22:15

જયપુર: મધ્ય પ્રદેશના તમામ ધારાસભ્યોને રવિવારે સવારે ખાસ વિમાનમાં મધ્ય પ્રદેશ રવાના કરવામાં આવ્યાં હતા. બીજી તરફ ગુજરાતમાં ક્રોસ વોટિંગના ભયથી વાડાબંધી કરવા માટે રવિવારે રાત્રે ગુજરાત કોંગ્રેસના વધુ 20 ધારાસભ્યો જયપુરના સાંગાનેર એરપોર્ટ પહોંચ્યા હતા. આ અગાઉ શનિવારે રાત્રે ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યો જયપુર આવી પહોંચ્યાં હતા. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોની રોકાવાની વ્યવસ્થા દિલ્હી રોડ સ્થિત શિવ વિલાસ હોટેલમાં કરવામાં આવી છે. અંદાજે 72 ઓરડા બુક કરવામાં આવ્યા છે.


3 ધારાસભ્યો ફરવા નીકળ્યા, 11 રૂમમાં પુરાઈ રહ્યા
અમદાવાદથી જયપુર લાવવામાં આવેલા 14 ધારાસભ્યો શિવ વિલાસ હોટેલમાં રોકાયા છે. જેમાંથી ત્રણ ધારાસભ્ય હવાફરવા માટે હોટેલમાંથી બહાર નીકળ્યાં હતા. જ્યારે બાકીના 11 સભ્યોએ રૂમમાં પુરાઈને દિવસ વિતાવ્યો હતો.


વાડાબંધી માટે નહીં પણ સુરક્ષા પૂરી પાડવા આમ કરવામાં આવ્યું: જોશી
રાજસ્થાન વિધાનસભાના મુખ્ય દંડક મહેશ જોશી રવિવારે બપોરે શિવ વિલાસ હોટેલ પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના કુલ 41 ધારાસભ્યો આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમના શિરે છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોંગ્રેસના ધારાસભ્યોને ધમકાવવામાં આવી રહ્યા છે. ધારાસભ્યો દહેશતમાં છે. આ જ કારણોસર રાજસ્થાનમાં તેમને સારુ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ બાબતને વાડાબંધી તરીકે લેવી જોઈએ નહીં. કારણ કે કોઈ પણ ધારાસભ્યનો ફોન જપ્ત કરાયો નથી. ધારાસભ્યો હરવાફરવા માટે જઈ રહ્યા છે. જો કોઈ ધારાસભ્ય બહાર જવા ઈચ્છે તો તેમને રોકવામાં આવતા નથી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post