• Home
  • News
  • માનસિક દર્દીઓ બેહાલ:કોરોનાના કારણે માનસિક રોગીઓની સ્થિતિ કફોડી બની, દર વર્ષે 8 લાખ લોકોના મોત
post

ઈન્ડિયામાં પણ એક સ્ટડી 19 માર્ચથી 2 મે વચ્ચે થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-06 12:12:33

આપણી વચ્ચે એક એવો રોગ ચાલી રહ્યો છે, જેના કારણે દર વર્ષે 8 લાખ લોકો આપઘાત કરી લે છે. જેની સારવારમાં દુનિયાના 1 ટ્રિલિયન ડોલર એટલે કે 75 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 2021માં કોરોના વાઈરસની વેક્સિન કરતા વધુ લોકો આ રોગની સારવાર ઈચ્છે છે.આ દાવો છે ગ્લોબલ વેબ ઈન્ડેક્સ એટલે કે GWIના રિપોર્ટ કનેક્ટિંગ ડોટ 20-21’નો.

રિપોર્ટમાં મેન્ટ હેલ્થ પર એક સર્વે છે. દુનિયાના 7 દેશોના 8 હજારો લોકો પર ઓનલાઈન સર્વે થયો. જેમાં પૂછવામાં આવ્યું કે લોકોને સારું માનસિક સ્વાસ્થ્ય જોઈએ છે કે કોરોના વેક્સિન તો મોટા ભાગના લોકોએ મેન્ટલ હેલ્થનું નામ લીધું. કોરોના વેક્સિન માંગનારનો રેશિયો 30 રહ્યો તો સારા મેન્ટલ સ્વાસ્થ્યનો રેશિયો 31 રહ્યો.

2021 હશે સ્વાસ્થ્ય સમસ્યાઓનું વર્ષ, મેન્ટલ હેલ્થ સારી થશે
GWI
રિપોર્ટ કહે છે કે કોવિડ 19 મહામારીના કારણે મેન્ટલ હેલ્થના દર્દી 31 ટકા સુધી વધી જશે. જેમાં બેરોજગારી, સોશિયલ મીડિયા પર દરરોજ 4 કલાકથી વધુ સમય પસાર કરતા લોકો, મિત્રો અથવા રૂમમેટ સાથે રહેતા લોકો, હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરતા અને 16 થી 24 વર્ષ સુધીની છોકરીઓ વધુ હશે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફોર્મેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કોવિડ મહામારી પછી ચીનમાં 16.5% લોકોમાં ડિપ્રેશન, 28.8% લોકોમાં એન્ગઝાઈટી, 8.1% લોકોમાં સ્ટ્રેસના કેસ વધી ગયા. 2021 ચીન માટે હજી વધુ જોખમી બનવાનું છે.

ઈન્ડિયામાં પણ એક સ્ટડી 19 માર્ચથી 2 મે વચ્ચે થયો હતો. જેમાં ટેક્નોલોજિસ્ટ તેજસ જેએન, એક્ટિવિસ્ટ કનિકા શર્મા, જિંદલ ગ્લોબલ સ્કૂલના આસિસટન્ટ પ્રોફેસર અમને એ 44 દિવસ લોકડાઉનમાં થયેલા 338 મોતના કારણ શોધ્યાં. જેમાં એકલાપણા, પૈસાની અછતના કારણે ઊભો થયેલો તણાવના કારણે આપઘાત કરનારની સંખ્યા સૌથી વધુ હતી.

ICMRના પૂર્વ ડીજી ડો. વીએમ કટોચે જણાવ્યું કે, 2021માં કોરોનાના નવા સ્ટ્રેન, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ફ્લોરોસિસ પણ મોટું જોખમ બની રહ્યો છે. આ તમામ વસ્તુઓની ખરાબ અસર લોકોના મેન્ટલ હેલ્થ પર પડે છે.

દર 7માંથી 1 ભારતીય માનસિક રોગી
સાયન્સ જર્નલ ધ લેન્સેટના જણાવ્યા પ્રમાણે,19.73 કરોડ ભારતીય માનસિક બિમારીથી પિડાય છે. જેમાંથી 4.57 કરોડ ડિપ્રેશન, તો 4.49 કરોડ એન્ઝાઈટીથી ઝઝૂમી રહ્યાં છે. કોરોના પછીના આંકડા પણ આવ્યા નથી. પણ આ આંકડામાંથી 20 થી 30%ના વધારાના અનુમાન વાળો રિપોર્ટ આવી રહ્યો છે.

WHOના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 16.3 લોકો માનસિક બિમારીથી લડતા લડતા આપઘાત કરી લે છે. આ કેસમાં ભારત, રશિયા પછી બીજા નંબરે છે. રશિયામાં દર 1 લાખ લોકોમાંથી 26.5 લોકો આપઘાત કરે છે.

નેશન ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરો એટલે કે NCRBના આંકડાઓના જણાવ્યા પ્રમાણે2015-2019 વચ્ચે 43 હજાર 907 લોકોએ માનસિક બિમારીથી કંટાળીને આપઘાત કર્યો. હાલ 2020ના આંકડા આવવાના બાકી છે. અનુમાન છે કે આ વખતે ચોંકવનારા આંકડા આવી શકે છે.

માનસિક બિમારી સામે લડવામાં પાછળ, મનોચિકિત્સકોની ફી પણ મોંઘી
માનસિક બિમારીઓ સામે લડવા માટે હાલ ભારત પાછળ છે. WHOના જણાવ્યા પ્રમાણએ, 2017માં ભારતની મેન્ટલ હોસ્પિટલમાં દર 1 લાખ વસતિ પર 1.4 બેડ હતા. જ્યારે દર વર્ષે 7 દર્દી દાખલ થતા હતા. નોઈડાની સરકારી હોસ્પિટલના મનોચિકિત્સક કહે છે કે, લોકો હોસ્પિટલમાં આવવાથી કતરાય છે. અનલોક પછી દર્દી ઓછા આવે છે. ગાઝિયાબાદમાં ખાનગી ક્લિનીક ચલાવનાર યોગેશ કુમાર કહે છે કે ફોન અને વીડિયો કોલ પર માનસિક દર્દીઓને સમજાવવા અઘરું છે. કોરોનાએ સ્થિતિ ખરાબ કરી દીધી છે.

નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે 2015-16માં દેશમાં કુલ 9 હજાર સાઈકેટ્રિક્ટ હોવાની વાત હતી. PMCના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2020માં પણ લગભગ 10 હજાર સાઈકેટ્રિસ્ટ જ છે. વસતિના હિસાબથી એક લાખ પર 3 સાઈકેટ્રિસ્ટ હોવા જોઈએ એટલે કે દેશમાં 36 હજાર સાઈકેટ્રિસ્ટ.

સરકારનું પણ આ બાજું ઓછું ધ્યાન છે. 2018-19ના બજેટમાં મેન્ટલ હેલ્થ પર 50 કરોડ રૂપિયા, 2019-20માં 40 કરોડ અને 2020-21માં 44 કરોડ કરવામાં આવ્યું હતું. WHO કહે છે કે 2017માં એક ભારતીયની મેન્ટ હેલ્થ પર દર વર્ષે માત્ર 4 રૂપિયા જ ખર્ચ થાય છે.

સરકારી હોસ્પિટલમાં સારવાર ફ્રી છે, પણ ખાનગી ક્લિનીકમાં મનોચિકિત્સકની ફી 1000થી 5000 વચ્ચે છે. મહિનામાં જો દર્દી 2 અથવા 3 વખત ડોક્ટર પાસે જાય છે તો તેના 3-15 હજાર રૂપિયા ખર્ચ થાય છે.

હાલ ખરાબ મેન્ટલ હેલ્થમાંથી બહાર આવવા માટે સાઈકેટ્રિસ્ટ સિવાય દેશમાં કોઈ કારગર ઉપાય નથી. વોગ મેગેઝિનના રિપોર્ટે કહ્યું કે, ભારતમાં લગભગ 8 એનજીઓ છે, જે મેન્ટલ હેલ્થ પર અસરકારક કામ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post