• Home
  • News
  • AMCને 'બેસ્ટ સિવિક મૅનેજમૅન્ટ ઑફ ટુરિસ્ટ ડેસ્ટિનેશન'નો ઍવૉર્ડ મળ્યો
post

કૉર્પોરેશન વતી મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશન વિજય નહેરાએ દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન સ્વીકાર્યુ

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-27 16:59:44

અમદાવાદ : આજે વિશ્વ પ્રવાસન દિને (World Tourism Day) અમદાવાદ મ્યુનિસિપલ (ahmedabad municiple corporation) કૉર્પેોરેશનને યશ કલગીમાં ઉમેરો થયો છે. ACMને દિલ્હીમાં ભારત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસન સ્થળોમાં શ્રેષ્ઠ વહિવટી સ્થળ તરીકે ઉત્તમ કામગીરી કરવા બદલ 'Best Civic management of Tourist Destination' થી સન્માનિત કરાયું છે. કૉર્પોરેશન વતી મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશન વિજય નહેરાએ દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન સ્વીકાર્યુ છે.

વિશ્વ પ્રવાસન દિવસે 2017-18ના ઍવૉર્ડ અંતર્ગત મ્યુનિસિપલ કૉર્પોરેશનને આ સન્માન પ્રાપ્ત થયું હતું. આ કાર્યક્રમમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી તેમજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ અમદાવાદનો સમાવેશ હેરિટેજ શહેર તરીકે કરાયો છે તો બીજી બાજુ શહેરમાં ઉત્તમ સિવિક વ્યવસ્થાપનના કારણે આ ઍવૉર્ડ જાહેર કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બીજલ પટેલે દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત રહી આ ઍવૉર્ડ સ્વીકાર્યો હતો. તેમણે એક ટ્વીટ કરીને શહેરીજનોને આ ઉપલબ્ધી બદલ શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત શહેરની અક્ષર ટ્રાવેલ એજન્સીને હેરિટેજ વૉકના આયોજન બદલ પણ ઍવૉર્ડ અપાયો છે.

અમદાવાદ શહેરને પ્રવાસ સ્થળ તરીકે વિકસાવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ પ્રકારના ઍવૉર્ડથી વધારે પ્રવાસીઓ અમદાવાદમાં આવે તેવી શક્યતા છે. પ્રવાસીઓને શહેરમાં તમામ સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post