• Home
  • News
  • સુધારા બિલ બહુમતીથી ગૃહમાં પસાર:ઈમ્પેક્ટ ફીના કાયદાની સમય મર્યાદામાં 4 મહિના વધારાશે; પોરબંદરમાં કમલમનું ગેરકાયદેસર બાંધકામ થયું- અર્જુન મોઢવાડિયા
post

આ બિલ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના 20 જેટલા ધારાસભ્યએ પોતાના મંતવ્યો રજૂ કર્યો હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 20:13:34

રાજ્યમાં શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર ગુજરાત અનઅધિકૃત વિકાસને અધિકૃત કરવા માટે વિધયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતો. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બિલ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના 20 જેટલા ધારાસભ્યએ પોતાના મંતવ્યો રજૂ કર્યો હતા. રાજ્યમાં શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને અધિકૃત કરવા માટે સરકારે 4 મહિનાનો સમય વધારવા બિલ ગૃહમાં રજૂ કરવું પડ્યુ હતુ. અગાઉ આ બિલ 2001, 2011, 2013 અને હવે 2013માં લાવવામાં આવ્યુ છે. સન 2023નુ વિધેયક ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા બિલ બહુમતીથી ગૃહમાં પસાર થયુ છે.

પોરબંદરમાં કમલમનું ગેરકાયદેસર બાંધકામ થયું - અર્જુન મોઠવાડિયા
ગુજરાત વિધાનસસભામાં ઇમ્પેક્ટ ફી બાબતે 4 મહિનાની મુદત વધારવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યુ હતુ. આ વિધેયક બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, શહેરી વિસ્તારમાં અધિકારીઓ અને પાલિકાના શાસકોના લીધે ગેરકાયદેસર બાંધકામ વધી રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામથી શાસકો અને બિલ્ડરો કમાય છે. ગેરકાયદેસર બાંધકામ બાબતે શાસકો નજરઅંદાજ કરી રહ્યા છે. પોરબંદર શહેરમાં 2018થી 2022 સુધીમાં 14 મિટિંગ મળી હતી, જેમાં બાંધકામ કાયદેસર કરવા માટે 3077 અરજી મળી છે. આ અરજીમાં કલેક્ટર દ્વારા 2794 અરજી પર સ્ટે આપવામાં આવ્યો છે. પોરબંદર નગરપાલિકામાં ભ્રષ્ટ્રાચારને લીધે આ વખતે લોકોએ મને ચૂંટ્યો છે. ગેરકાયદેસર બાંધકામને લીધે તક્ષશીલા, મોરબી બ્રિજ અને હાટકેશ્વર બ્રીજ જેવી ઘટનાઓ બની રહી છે. સરકારે આવા ભ્રષ્ટ્રાચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવી જોઇએ. પોરબંદરમાં હમણાં જ કમલમની બાંધકામ થયુ જેમાં કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી અને બાંધકામ થયુ છે. કમલમના તમામ પુરાવા મારી પાસે છે.

રાજ્યમાં ઓનલાઇન,ઓફલાઇન 57 હજાર જેટલી અરજી મળી- ઋષિકેશ પટેલ
આ અંગે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, 2017માં રેરાનો કાયદો અમલમાં આવ્યો. રેરા કાયદા હેઠલ નોટિસ આપવામાં આવી હોય તેવા કોઇ બાંધાકમ કાયદેસર કરવામાં નહી આવે. આ કાયદો રાજ્યની 50 ટકા વસ્તીને લાગુ પડે છે. નગરપાલિકા અને મનપા વિસ્તારમાં રહેતા લોકોને આ કાયદો લાગુ પડે છે. ગુજરાતમાં 57 હજાર જેટલી અરજી મળી. ઓફલાઇન કરવાની અરજીનો નિર્ણય કર્યો એટલે અરજીની સંખ્યામાં વધારો થયો છે. અજદાર જાતે જ મિલકતનો સ્કેચ બનાવીને અરજી કરે શકે છે. 1-10-2022 સુધીની મિલકતો કાયદેસર થઇ જાય તેવું આયોજન સરકારે કર્યું છે.

હોસ્પિટલમાં આગના બનાવો બાદ સરકાર ઇમ્પેકટ ફી બિલ લાવી- શૈલેષ પરમાર
આ બિલમાં અગાઉ પણ ખુબ ચર્ચા થઇ છે. ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરમાં આવતા થઇ ગયા છે. વર્ષ 2011 થી 2022 સુધી ત્રણ વખત આ બિલ લાવવામાં આવ્યુ છે. ભાજપના 23 વર્ષના સાશનમાં ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા વારંવાર આ બિલ લાવવામાં આવ્યુ છે. રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં આગના બનાવો બન્યા ત્યાર બાદ સરકાર જાગી છે. સરકાર સ્વિકારે કે ન સ્વીકારે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરતી રહેશે તો ગેરકાયદેસર બાંધકામો વધતા જશે. નાના માણસોનું ઘરને તોડવામાં આવે ત્યારે કહેવામાં આવે છે કે, ગેરકાયદેસર બાંધકામ છે જ્યારે બિલ્ડરો દ્વારા આખી બિલ્ડિંગ ગેરકાયદેસ બાંધકામ કરવામાં આવે છે ત્યારે કોઇ કાર્યવાહી થતી નથી. મારુ સરકારનું સુચન છે કે, કોઇ એક તારીખ નક્કી કરવી જોઇએ અને ત્યાર બાદ જો બાધકામ થાય તો તેની તોડી પાડવા જોઇએ.

કોગ્રેસની સરકારમાં ગેરકાયદેસર બાંધકામ વધારે થયા છે- સંદિપ દેસાઇ
ભાજપના ધારાસભ્ય સંદિપ દેસાઇએ ઇમ્પેક્ટ ફ્રી સુધારા વિધયક બાબતે જણાવ્યુ હતુ કે, કોગ્રેસની સરકારમાં ગેરકાયદેસર બાંધકામ મોટા પ્રમાણમાં થયા હતા. ભાજપ સરકાર લોકહિત માટે કાયદો લાવી છે. મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવે તો લોખોની સંખ્યામા લોકો ઘર વિહોણા બને અને લોકોનો રોજગાર પણ છીનવાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ છે. જેને જોતા રાજ્ય સરકાર ઇમ્પેક્ટ ફીના સમયમાં વધારો કરવા માટે બિલ લાવી છે. સરકારને મારી વિનંતિ છે કે, હાઉસિંગ બોર્ડના મકાનમાં પણ આ સ્કીમ લાગુ કરવામાં આવે જેથી હજારો પરિવારોને પણ આ બિલનો લાભ મળશે.

 

ઇમ્પેક્ટ ફ્રીની મુદત ચાર નહી પાંચ મહિના કરવી જોઇએ- પ્રવિણ માળી
ભાજપના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર ચાર મહિના વધારો કરવા માટે બિન અધિકૃત વિકાસને અધિકૃત કરવા માટેનું સુધારા વિધયક લાવી છે. સરકાર ચાર મહિનાના સ્થાને પાંચ મહિનાનો સમયમાં વધારો કરવો જોઇએ. રાજ્યમાં અનેક હોસ્પિટલ છે જેની પાસે બીયુ પરમીશન નથી. હોસ્પિટલ પાસે બીયુ પરમિશન ન હોવાથી હોસ્પિટલ કેન્દ્ર સરકાની આયુષ્યમાન સહિતની યોજનોનો લાભ દર્દીઓને આપી શકતી નથી. આ બિલથી હોસ્પિટલોને બીયુ પરમિશન મળશે અને જેનો સીધો લાભ રાજ્યના દર્દીઓને થશે. નાના લોકો કે જેમણે નાનું મોટુ બાધકામ કર્યુ છે તેમને હમેશાં ડર રહે છે કે, તેમનું મકાન તોડી તો નહી પાડવામાં આવે આવા લોકો માટે સરકાર વિચાર્યુ છે. ભાજપ સરકાર તોડવાનું નહી પણ જોડવાનું કામ કરી રહી છે.ભાજપ સરકારનું આયોજન શુ છે તે વિપક્ષે જાણવું હોય તો ગીફ્ટ સીટી ઉત્તમ ઉદાહરણ છે.

કોર્પોરેશન અને સરકાર ધારે તો ગમે તે કરી શકે છે-અમિત શાહ
ઇમ્પેક્ટ ફ્રી બિલ બાબતે ધારાસભ્ય અમિત શાહ જાણાવ્યુ હતુ કે, હુ સરકારના વહીવટનો 25 વર્ષનો સાક્ષી છુ, આપણા સમાજમાં એવી માન્યતા છે કે, હવે શહેરમાં ન રહેતા હોય તેવા યુવાનના લગ્ન થતાં નથી. જેથી લોકો શહેર તરફ વધારે ઝૂકાવ રાખી રહ્યા છે. અમદાવાદનો વિકાસ સાણંદથી માંડીને ગાંધીનગર સુધી પહોચ્યો છે. એક તબક્કો એવો આવશે કે, અમદાવાદ સાણંદથી માંડીને ગાંધીનગર સુધી ફેલાશે. સરકાર અગાઉ 2001,2022,2013,2022 અને હવે 2023માં આ બિલ લાવી છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ જે લોકો અજાણતા ગેરકાયદસર બાંધકામ કર્યુ છે તેમના મકાનો ઇમ્પેક્ટ ફી હેઠળ કાયદેસર કરવામાં આવે. વિપક્ષ સવાલ ઉઠાવે છે કે, સરકાર નક્કર કાર્યવાહી કરવી જોઇએ. કોર્પોરેશન અને સરકા ધારે તો ગમે તેવા ને પાડી દે તેમ છે.

 

જીડીસીઆઇ અને એફએસઆઇમાં સુધારાની જરૂર છે- ઇમરાન ખેડાવાલા
ઇમ્પેક્ટ ફ્રી બાબતે કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જણાવ્યુ હતુ કે, સરકાર જે બિલ લાવી છે તેમાં અનેક સુધારા કરવા જેવા છે. સરકારે પહેલા જીડીસીઆર અને એફએસઆઇમાં સુધારા કરવાની જરૂર છે. ખાસ કરીને અમદાવાદ પૂર્વ વિસ્તાર ગામતળ હોવાથી અને હેરિટેજ મકાનો હોવાથી ત્યાં બાંધકામની મજૂરી મળતી નથી. આથી પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો થવા લાગ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પાંચ માળનીબિલ્ડિગ બાંધવા માટે મંજૂરી મળતી નથી જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 20 માળની બિલ્ડિંગ જોવા મળે છે. પૂર્વ વિસ્તારમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અને અધિકારીઓની સાંઠગાંઠ હોવાથી સામાન્ય લોકો બાંધકામ કરી શકતા નથી. પૂર્વ વિસ્તારમાં એક માળનું બાંધકામ કરવું હોય તો આરટીઆઇ એક્ટિવિસ્ટને એક લાખ રૂપિયા આપવા પડે છે.

બિલમાં અન્ય ધારાસભ્યોએ વિચારો રજૂ કર્યા
આ ઉપરાંત આ બિલ મુદ્દે અમુલ ભટ્ટ, અમરતજી ઠાકોર,જીતુ વાધાણી, જીતેન્દ્ર પટેલ, દર્શિતા શાહ, ચૈતર વસાવા, રિવાબા જાડેજાએ, અમિત ઠાકર,પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ પોતાના વિચારો રજૂ કર્યો હતા. જેમાં અમરતજી ઠાકોરે બિલ સાથે સમર્થ ન થતાં બિલનો વિરોધ કર્યો હતો. જ્યારે ચૈતર વસાવાએ પણ જમીન માફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા સરકારને વિનંતિ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post