• Home
  • News
  • અમેરિકાએ લોએસ્ટ સ્કોરની બરાબરી કરી; નેપાળ સામે 35 રનમાં ઓલઆઉટ, લામીછાનેએ 6 વિકેટ લીધી
post

અમેરિકાએ લોએસ્ટ સ્કોરના મામલે ઝિમ્બાબ્વેના 16 વર્ષ જુના રેકોર્ડની બરાબરી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:36:41

નેપાળે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના એક મુકાબલામાં અમેરિકાને 8 વિકેટે હરાવ્યું હતું. નેપાળે બુધવારે કીર્તિપુરમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાની ટીમ 12 ઓવરમાં 35 રનમાં ઓલઆઉટ થઇ હતી. વનડે ઇતિહાસનો સંયુક્તપણે લોએસ્ટ સ્કોર છે. અમેરિકાએ મામલે ઝિમ્બાબ્વેની બરાબરી કરી છે. ઝિમ્બાબ્વેની ટીમ 2004માં શ્રીલંકા સામે હરારે ખાતે 35 રનમાં ઓલઆઉટ થયું હતું. નેપાળે 5.2 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

મેચમાં નેપાળ માટે લેગ સ્પિનર સંદીપ લામીછાનેએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. તેણે 6 ઓવરમાં માત્ર 16 રન આપ્યા હતા. તેના સિવાય સુશાન ભારીએ 3 ઓવરમાં 5 રન આપીને 4 વિકેટ લીધી હતી. બેટિંગમાં પારસ ખડકાએ 20 અને દિપેન્દ્ર સિંહે 15 રન કર્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post