• Home
  • News
  • ડિવોર્સની અફવા વચ્ચે એક્ટ્રેસ અસિને તેના પતિ સાથે વેકેશન એન્જોય કરતી તસવીરો શેર કરી
post

અસિનના પતિ રાહુલ માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર છે. એક્ટ્રેસે 2016માં રાહુલ સાથે લગ્ન કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-28 17:28:12

મુંબઈ: અસિન સાઉથની સુપરસ્ટાર રહી છે. તેણે બોલીવુડની પણ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ. ખાસ કરીને તે આમિર ખાન સ્ટારર ગજનીમાં કલ્પના શેટ્ટીનો રોલ પ્લે કરીને ખૂબ ફેમસ થઈ હતી. અસિનના લગ્ન જીવન ભંગાણની અફવાઓ છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી છે.

એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પરથી પોતાના પતિ સાથેની પોતાની તસવીરો ડિલીટ કરી હતી જે બાદ અફવા ફેલાઈ કે એક્ટ્રેસના લગ્ન જીવનમાં કંઈ ઠીક ચાલી રહ્યુ નથી. હવે અસિને આ તમામ અફવા પર મૌન તોડ્યુ છે અને ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરી હકીકત જણાવી છે.

અસિને બુધવારે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી તેમના ડિવોર્સની અફવાઓ પર રિએક્શન આપ્યુ. એક્ટ્રેસે લખ્યુ હાલ તેઓ રાહુલની સાથે પોતાની ગરમીઓની રજાઓને એન્જોય કરી રહી છે. તેમણે પતિ રાહુલ સાથે ડિવોર્સની તમામ અફવાઓને ફગાવતા દાવો કર્યો કે આ ખૂબ જ કલ્પનાશીલ અને સંપૂર્ણ રીતે પાયાવિહોણી માહિતી છે.

અસિને પોતાની પોસ્ટમાં લખ્યુ, અત્યારે અમારી ગરમીઓની રજાઓ વચ્ચે, હકીકતમાં એકબીજાની સામે બેસીને બ્રેકફાસ્ટને એન્જોય કરી રહ્યા હતા અને અમુક ખૂબ જ કલ્પનાશીલ અને સંપૂર્ણરીતે પાયાવિહોણા ન્યૂઝ વિશે માહિતી મળી. તે સમયની યાદ આવે છે જ્યારે અમે પોતાના પરિવાર સાથે ઘરે બેસીને અમારા લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા અને હવે અમે સાંભળ્યુ કે અમે બ્રેકઅપ કરી લીધુ છે. સાચે જ?! પ્લીસ સારા રહો. (આની પર અમેજિંગ વેકેશનના 5 મિનિટ બરબાદ થવાથી નિરાશ!) તમારા લોકોનો દિવસ ગ્રેટ રહે.''

અસિન અને રાહુલ શર્માએ 2016માં લગ્ન કર્યા હતા

અસિનના પતિ રાહુલ માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર છે. એક્ટ્રેસે 2016માં રાહુલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અસિને એક્ટિંગ કરિયરને સંપૂર્ણ રીતે અલવિદા કહી દીધુ હતુ. રાહુલ અને અસિને 2017માં પોતાની પુત્રી અરિનનું સ્વાગત કર્યુ હતુ.

અસિનનું કરિયર

અસિન તમિલ અને તેલુગુ ફિલ્મોનો જાણીતો ચહેરો હતી. અસિને 2001માં મલયાલમ ફિલ્મ નરેન્દ્રન માકન જયકંઠન વાકા થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2008માં આમિર ખાનની ગજની થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, જે બાદ અસિને રેડી, હાઉસફુલ 2, બોલ બચ્ચન અને ખિલાડી 786 જેવી ફિલ્મોમાં કામ કરી પોતાની એક્ટિંગ જમાવી હતી. તેની છેલ્લી ફિલ્મ ઓલ ઈઝ વેલ 2015માં રિલીઝ થઈ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post