• Home
  • News
  • Amit Shah એ પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી
post

નવનિર્મિત 6 લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 10:38:46

અમદાવાદ: કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે મોડી રાત્રે પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે તે બોડકદેવ વેક્સીનેશન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. રસીકરણ પર જવાનો હેતું લોકોને ગુજરાત સરકારના મોટા રસીકરણ અભિયાનનો ભાગ બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. રાજ્ય સરકાર આ અભિયાન સોમવારથી શરૂ કરી રહી છે. 

આજે સવારે કેન્દ્રીય મંત્રી બોડકદેવના રસીકરણ કેંદ્રની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આજથી દેશભરમાં પીએમ મોદીના નેતૃત્વમાં કોરોનાની સામેની લડાઇમાં નવો પડાવ શરૂ થયો છે. 21 જૂનથી સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુ વયના તમામ ને કેન્દ્ર સરકાર મફત રસી આપશે. કોરોનાની રસીનો વ્યાપ વધારાશે. આ ઉપરાંત તેમણે તમામ નાગરિકોને રસી લેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક ડોઝ લીધો હોય તેવા નાગરિકો બીજો ડોઝ પણ લઇ લે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રવિવારે નોટિફિકેશનમાં કહ્યું હતું કે મોટા રસીકરણના અભિયાન હેઠળ તેમની યોજના દરરોજ એક લાખ લોકોને રસી લગાવવાની છે. બોડકદેવ રસીકરણ કેંદ્ર બાદ તેઓ કોલવાડમાં એક સ્લૂમાં અને રૂપાલમાં સ્વાસ્થ્ય કેંદ્રની મુલાકાત લેશે. 

અમિત શાહ બે ફ્લાયઓવર, ઓવરબ્રિજ અને કલોકમાં એપીએમસીના બિલ્ડીંગનું પણ ઉદઘાટન કરશે. કેન્દ્રીયમંત્રી અમિત શાહ વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું ઉદઘાટન કર્યું હતું. નવનિર્મિત 6 લેન બ્રિજ જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. 17 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચિલોડા - ગાંધીનગર - સરખેજ સુધીના આ બ્રિજના નિર્માણથી સમયની પણ બચત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post