• Home
  • News
  • હૈદરાબાદમાં અમિત શાહની સુરક્ષામાં ચૂક:ગૃહમંત્રીના કાફલાની આગળ TRSના નેતાએ કાર ઊભી રાખી, પછી કહ્યું- ભૂલથી થંભી ગઈ હતી
post

ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીના કેસમાં હેમંત પવાર (મહારાષ્ટ્રના ધુલેના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-17 16:52:28

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. મંગળવારે TRSના નેતાએ હૈદરાબાદમાં શાહના કાફલાની આગળ પોતાની કાર ઊભી રીખી દીધી હતી. જોકે ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓ દ્વારા તેને તાત્કાલિક હટાવી લેવામાં આવી હતી. TRSના તે નેતાની ઓળખ ગોસુલા શ્રીનિવાસ તરીકે થઈ છે.

આ ઘટના બાદ શ્રીનિવાસે કહ્યું હતું કે કાફલાની સામે કાર અચાનક થંભી ગઈ હતી. હું કંઈક સમજી શકતો હતો ત્યાં સુધીમાં ગૃહમંત્રીના સુરક્ષાકર્મીઓએ તેની તોડફોડ કરી હતી. હું પોલીસ અધિકારીને મળીશ અને તેમને કાર્યવાહી કરવા કહીશ.

હૈદરાબાદ લિબરેશન ડેમાં ભાગ લેવા પહોંચ્યા હતા
હૈદરાબાદ લિબરેશન ડેમાં ભાગ લેવા માટે અમિત શાહ તેલંગાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સિકંદરાબાદના આર્મી ગ્રાઉન્ડમાં એક રેલીને સંબોધી હતી. TRS પર કટાક્ષ કરતાં શાહે કહ્યું- ભારતને 1947માં આઝાદી મળી હતી, પરંતુ હૈદરાબાદમાં હજુ પણ નિઝામોનું શાસન છે.

મુંબઈમાં પણ સુરક્ષામાં ખામી જોવા મળી હતી
ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીના કેસમાં હેમંત પવાર (મહારાષ્ટ્રના ધુલેના રહેવાસી)ની ધરપકડ કરવામાં આવી હતી. તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પકડાયેલી વ્યક્તિ આંધ્રપ્રદેશના એક સાંસદનો PA હોવાનું જણાવતો હતો. તે કલાકો સુધી અમિત શાહની આસપાસ ફરતો રહ્યો હતો. આરોપીનું નામ હેમંત પવાર છે અને તે ધુલેનો રહેવાસી છે. જણાવવામાં આવ્યું હતું કે જ્યારે મંત્રાલયના અધિકારીઓને હેમંત પર શંકા ગઈ તો પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતુ કે કેસના તમામ પાસાઓની તપાસ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્રન ફડણવીસના નિવાસસ્થાનની આસપાસ પણ નજરે પડ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post