• Home
  • News
  • અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
post

અમૂલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 17:10:38

કોરોનાને કારણે વેપાર-ધંધાની મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સહન કરી રહેલી પ્રજાને હવે દૂધનો ભાવવધારો સહન કરવો પડશે. અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિ સહિત તમામ પ્રકારનાં દૂધમાં લિટરે રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો 17મી ઓગસ્ટથી લાગુ પડશે. આમ, 6 મહિનામાં જ અમૂલે બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પહેલાં ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

4 ટકાનો વધારો, આવતીકાલથી અમલ
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લાગુ કરાયેલો ભાવવધારો આવતીકાલથી લાગુ થશે. આમ, દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ કારણે વધાર્યા ભાવ
અમૂલે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ પશુઓના ખોરાકનો ખર્ચ આશરે 20% વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમારા સભ્ય યુનિયનોએ પણ ખેડૂતોના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9%ની રેન્જમાં વધારો કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.

દૂધના નવા ભાવ

ક્રમ

દૂધનો પ્રકાર

પેકિંગની વિગત

નવો ભાવ (રૂ.)

1

અમૂલ ગોલ્ડ

500ML

31

2

અમૂલ તાજા

500ML

25

3

અમૂલ શક્તિ

500ML

28

 

adv

Related News

post
post
post
post
post
post
post