• Home
  • News
  • વડાપ્રધાનની અગત્યની જાહેરાત, કોરોના સામેની લડત માટે રૂ. 15,000 કરોડનું વિશેષ મેડિકલ પેકેજ
post

દવાઓ, લેબ ટેસ્ટ, વેન્ટિલેટર વ.ની તંગી નહિ સર્જાય, તમામ આવશ્યક પગલાંઓ લેવાઈ રહ્યા છેઃ મોદી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 09:57:27

અમદાવાદ: મંગળવારે રાત્રે પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રૂ. 15,000 કરોડના મેડિકલ રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોએ કોરોના ની જે સ્થિતિ ઉદભવી છે તેને પહોંચી વળવા માટે સ્વાસ્થ્ય સંબંધી ઘણી તૈયારીઓ કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એકબીજા ના સંપર્કમાં છે અને જરૂર પડ્યા મુજબની તમામ તૈયારીઓ થઈ રહી છે.

 

વેન્ટિલેટર સહિતની તમામ સગવડો ઊભી કરાઇ રહી છે

મોદીએ કહ્યું કે, કોરોના વાયરસનાં કેસને હેન્ડલ કરવા માટે તમામ પ્રકારની મેડિકલ સવલતો ઊભી કરવામાં આવી છે અને તેમાં વધારો પણ થશે. આમાં વેન્ટિલેટર સહિત તમામ ઇમરજન્સી લાઇફ સેવિંગ સાધનોનો પણ સમાવેશ કરાયો છે. દવાઓ, પેથોલોજી સંસાધનો, હોસ્પિટલની અન્ય તમામ આવશ્યકતાઓની આપૂર્તિ થઈ રહી છે. એમાં ક્યાંય કચાશ નહિ રહે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post