• Home
  • News
  • યસ બેંક કૌભાંડમાં અનિલ અંબાણીની 9 કલાક પૂછપરછ, 30 તારીખે ફરી બોલાવ્યા
post

ઈડીએ એસ્સેલ જૂથના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રાને પણ બોલાવ્યા હતા. તેમને 21 માર્ચે હાજર થવાનું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 11:38:36

મુંબઈ: અનિલ અંબાણી ગુરુવારે મુંબઈમાં યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને અન્યની વિરુદ્ધના મની લોન્ડરિંગના મામલાની તપાસ મામલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. ઈડીએ અંબાણીની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. PMLA અંતર્ગત 60 વર્ષીય અંબાણીનું નિવેદન નોંધાયું હતું. અંબાણી સવારે લગભગ સાડા નવ વાગે ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. સાંજે 7 વાગ્યે તેઓ ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. અનિલ અંબાણીને ઈડીએ ફરી 30 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અંબાણીની ગ્રુપ કંપનીઓએ યસ બેન્ક પાસેથી લગભગ 12,800 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેને બાદમાં ચૂકવી ન હતી.


ઈડીએ એસ્સેલ જૂથના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય સુભાષ ચંદ્રાને પણ બોલાવ્યા હતા. તેમને 21 માર્ચે હાજર થવાનું હતું. પરંતુ તેમણે રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી નહીં આવી શકાય તેવી રજૂઆત કરી હતી. બીજીબાજુ રાજ્યસભાના અધ્યક્ષ એમ. વૈંકેયા નાયડુએ કહ્યું છે કે સભ્યોએ પોતાના પ્રીવિલેજનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે છ માર્ચે એક પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું હતું કે અનિલ અંબાણી ગ્રુપ, અસ્સેલ, આઈએલએફએસ અને વોડાફોન તે તણાવગ્રસ્ત કોર્પોરેટમાં છે, જેમને યસ બેન્કે લોન આપી હતી. અંબાણીને અગાઉ સોમવારે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમણે વ્યક્તિગત હાજર રહેવામાંથી છુટ માંગી. ઈડીએ બાદમાં તેમને ફરીથી 19 માર્ચે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું.

રિઝર્વ બેન્કે આ મહિનાની શરૂઆતમાં યસ બેન્ક પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ડિપોઝીટર્સો માટે વિડ્રોઅલની 50,000 રૂપિયાની સીમા નક્કી કરી હતી, બાદમાં તપાસ એજન્સીએ કપૂર, તેમના પરિવાર અને અન્ય લોકોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post