• Home
  • News
  • શાહરુખના ડરના ઓછાયા હેઠળ જીવતી હતી અંકિતા:2 વર્ષથી અવારનવાર છેડતી કરતો, અંકિતા સહન કરતી રહી અને અંતે ખૌફનાક મોત મળ્યું
post

માફી આપી હતી તે આગળ જઈને સજા બની ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-30 17:27:14

ઝારખંડના દુમકાની 17 વર્ષની અંકિતા સિંહની કોલોનીમાં જ રહેતા શાહરુખ હુસૈને ક્રુરતાપૂર્વક હત્યા કરી છે. શાહરુખે ઘરમાં સુતી અંકિતા પર બારીમાંથી પેટ્રોલ નાખીને તેને આગને હવાલે કરી દીધી હતી. 5 દિવસ પછી રાંચીની રિમ્સમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અંકિતા IPS અધિકારી બનવા ઈચ્છતી હતી. અંકિતાના મોત પછી દુમકામાં આક્રોશ છે.

અંકિતા જે દુમકાના જરુઆડીહ વિસ્તારમાં રહેતી હતી, ત્યાં હિન્દુ અને મુસ્લિમની વસતી છે. તેના પિતા સંજીવ સિંહ બિસ્કિટ કંપનીમાં સેલ્સમેન છે. માનું એક વર્ષ પહેલાં જ મોત નિપજ્યું હતું. ઘરમાં તે પિતા, દાદા અને 12 વર્ષના નાના ભાઈની સાથે રહેતી હતી. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે.

પિતા સંજીવ સિંહ આંસુ લુછતાં કહ્યું કે- ત્રણ ભાઈ-બહેનમાં અંકિતા વચેટ હતી, જે ભણવામાં ઘણી જ હોશિયાર હતી. તે દુમકાના રાજકીય બાલિકા ઉચ્ચ વિદ્યાલયમાં 12માં ધોરણમાં ભણતી હતી.

અંકિતા છેલ્લાં 2 વર્ષથી એક એવા દર્દનો સામનો કરતી હતી, જેને તે બધાંની સાથે શેર પણ કરી શકતી ન હતી. આ તકલીફનું નામ હતું શાહરુખ હુસૈન (22). એરિયામાં શાહરુખની છાપ એક આવારા યુવક તરીકેની હતી. જેનું કામ યુવતીઓને ફોસલાવવાનું અને પોતાની ચંગુલમાં ફસાવવાનું હતું. તે એરિયાની છોકરીઓને વારંવાર હેરાન કરતો હતો.

માફી આપી હતી તે આગળ જઈને સજા બની ગઈ
સંજીવે કહ્યું- પુત્રી અંકિતા છેલ્લાં 2 વર્ષથી શાહરુખની હરકતોથી પરેશાન હતી. જ્યારે અમે તે મામલે પોલીસની મદદ લેવાની તૈયારી કરી તો શાહરુખના મોટા ભાઈએ આવીને માફી માગી લીધી. અને એવો વિશ્વાસ અપાવ્યો કે હવે તેનો ભાઈ ક્યારેય પરેશાન નહીં કરે. થોડાં દિવસ સુધી બધું બરોબર ચાલ્યું, પરંતુ તે પછી શાહરુખે ફરી પોતાની હરકતો શરૂ કરી હતી.

તેને ફરી અંકિતાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. 10-15 દિવસથી રોજ ધમકી આપતો હતો. 22 ઓગસ્ટે તેને ફોન પર ધમકી આપી. તેને જેવી ધમકી આપી હતી, તેવી જ હરકત તેને એક દિવસ પછી કરી નાખી.

... અને મોત પહેલાં નિવેદન આપ્યું
મોત પહેલાં અંકિતાએ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રજીત સિંહ અને એસડીપીઓ નૂર મુસ્તફાની સામે નિવેદન આપ્યું. તેને કહ્યું- 23 ઓગસ્ટની સવારે પાંચ વાગ્યાની આસપાસ હું મારા રૂમમાં સુતી હતી. અચાનક રુમની બારી પાસે આગની જ્વાળા જોઈને હું ડરી ગઈ. મેં જોયું કે વિસ્તારનો આવારા યુવક શાહરુખ હુસૈન હાથમાં પેટ્રોલનું કેન લઈને ભાગી રહ્યો હતો. ત્યાં સુધીમાં આગ મારા શરીરમાં પણ લાગી ગઈ હતી અને મને ઘણી જ બળતરા થતી હતી.

સ્કૂલ અને ટ્યૂશન જતી વખતે પીછો કરતો
અંકિતાએ મોત પહેલાં આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે- જ્યારે હું સ્કૂલ કે ટ્યૂશન માટે જતી, તે મારો પીછો કરતો. જો કે મેં તેની હરકતોને ક્યારેય ગંભીરતાથી ન લીધી, પરંતુ તેને કયાંકથી મારા મોબાઈલ નંબરનો જુગાડ કરી લીધો હતો. જે બાદ વારંવાર તે મને ફોન કરીને મને દોસ્તી કરવાનું દબાણ કરવા લાગ્યો. મેં તેને સ્પષ્ટ કહી દીધું હતું કે મારે આ બધાં કોઈ લેવાદેવા નથી.

પરિવારને મારવાની ધમકી આપી હતી
અંકિતાના જણાવ્યા મુજબ શાહરુખે ધમકી પણ આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારવાળાને મારી નાખશે. મને તેની હરકતોની ખબર તો હતો પરંતુ તે ન સમજી શકી કે મારી સાથે જ આવું થશે. મેં પપ્પાને આ વાત જણાવી તો તેમને કહ્યું કે સવાર પછી આ મામલાનો કોઈ ઉકેલ કાઢીશું, પરંતુ આ સમસ્યાનો કોઈ નિકાલ થાય તે પહેલાં 23 ઓગસ્ટની સવારે શાહરુખે મારા પર પેટ્રોલ નાખીને મને સળગાવી દીધી.

પોલીસની કસ્ટડીમાં હંસતો દેખાયો... આરોપીને કોઈ જ અફસોસ નથી
પોલીસ કસ્ટડીમાં આરોપી હંસતો જોવા મળ્યો. તેને પોતાની કરતૂત પર કોઈ જ પસ્તાવો નથી. પોલીસ જ્યારે આરોપીને પકડીને લઈ જતી હતી, ત્યારે તે હંસતો જોવા મળ્યો. તેની બોડી લેન્ગવેજથી પણ એવું લાગતું ન હતું કે તેને કોઈ પ્રકારનો અફસોસ હોય. શાહરુખને પોલીસે 23 ઓગસ્ટે જ પકડી લીધો હતો. તો પોલીસે સોમવારે પેટ્રોલ પહોંચાડનાર તેના સાથી છોટૂ ખાનની પણ ધરપકડ કરી.

તડપી તડપીને મરી મારી પુત્રી, શાહરુખને ફાંસીની સજા મળે
અંકિતાના પિતા સંજીવે પણ કહ્યું કે તેની દીકરીના હત્યાને ફાંસીની સજા મળવી જોઈએ. તેમને કહ્યું કે મારી દીકરી તડપી તડપીને મરી છે, ત્યારે હત્યારાને પણ ફાંસી જ થવી જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post