• Home
  • News
  • કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં:કાલે તમામ હોદ્દા પરથી રાજીનામું ધર્યુ અને આજે કોંગી પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢાએ BJPનો ખેસ પહેર્યો
post

કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 18:19:49

અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં કારમી હારમાંથી ન ઉગરેલી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પૂર્વ MLA કાંતિ સોઢા પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ગયા છે. 29મીએ જાન્યુઆરીએ પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. તો આજે કમલમમાં વિધિવત રીતે સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કરી લીધો છે.

કોણ છે કાંતિ સોઢા પરમાર?
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી. તાજેતરમાં તેઓ પોતાના મતવિસ્તારમાં જતાં સ્થાનિકો લોકોએ પોતાના પ્રશ્રોને લઈ તેમને ઘેર્યા હતા. આ સાથે તેમના દીકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ પણ થયો હતો.

આણંદ સર્કિટ હાઉસમાં મિટિંગ થઈ હતી
મહત્વનું છે કે, આજે આણંદ સર્કિટ હાઉસમાં બંધબારણે એક મિટિંગ પણ થઈ હતી. જેમાં આણંદ જિલ્લામાંથી બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, આ બધી ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં તે કેસરિયા કરશે તે લગભગ નક્કી થઈ ગયું હતું. આજે તેમણે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે.

adv

Related News

post
post
post
post
post
post
post