• Home
  • News
  • કોંગ્રેસની વધુ એક યાદી:વધુ 37 ઉમેદવાર જાહેર કર્યા, વિસનગરથી કિરીટ પટેલને ટિકિટ આપી
post

મધ્ય-દક્ષિણમાં પણ 4 MLA રિપીટ, 13 સીટ પર નવા ચહેરા

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-16 18:56:16

વિધાનસભા ચૂંટણીને લઇ ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા 37 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વિસનગરથી કિરિટ પટેલની જાહેરાત કરી છે.

કોંગ્રેસના ઉમેદવાર

·         પાલનપુર - મહેશ પટેલ

·         દીયોદર - શિવાભાઈ ભૂરિયા

·         કાંકરેજ - અમૃતભાઈ ઠાકોર

·         ઊંઝા - અરવિંદ પટેલ

·         વિસનગર - કિરીટ પટેલ

·         બહુચરાજી - ભોપાજી ઠાકોર

·         મહેસાણા - પીકે પટેલ

·         ભિલોડા - રાજુ પારઘી

·         બાયડ - મહેન્દ્રસિંહ વાઘેલા

·         પ્રાંતિજ - બહેચરસિંહ રાઠોડ


સૌરાષ્ટ્ર-કચ્છમાં 17 સીટિંગ MLA રિપીટ
કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામ ડિક્લેર કર્યા છે, એમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. આમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે. આમાં દસાડાના (એસસી) નૌશાદ સોલંકી, ચોટીલાના ઋત્વિક મકવાણા, ટંકારાના લલિત કગથરા, વાંકાનેરના મો. જાવેદ પીરજાદા, ધોરાજીના લલિત વસોયા, કાલાવડના પ્રવીણ મૂછડિયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢના ભીખાભાઈ જોશી, માંગરોળના બાબુભાઈ વાજા, સોમનાથના વિમલ ચૂડાસમા, ઉનાના પુંજાભાઈ વંશ, અમરેલીના પરેશ ધાનાણી, લાઠીના વીરજી ઠુમ્મર, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, રાજુલાના અમરીશ ડેર તથા તળાજાના કનુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. આ સિવાય એકમાત્ર પાલિતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે, જેઓ ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રિપીટ કરાયા છે.

કચ્છમાં હારેલા 3 ઉમેદવાર બદલાયા અને સૌરાષ્ટ્રમાં 8 નવા ચહેરા
કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો ડિક્લેર કરવા સુધીની તક આપી છે. આમાં કચ્છની અબડાસા બેઠક પર મામદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજમાં અરજણ ભૂડિયાને ટિકિટ આપીને ત્રણેય જૂના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે. સુરેન્દ્રનગરની લીમડી બેઠકમાં ઉમેદવારી કલ્પના મકવાણાને અપાઈ છે, જ્યારે રાજકોટમાં ગોંડલમાં યતીશ દેસાઈ અને જેતપુરમાં નવા ચહેરા તરીકે દીપક વેકરિયાને ટિકિટ મળી છે. જામનગરમાં અત્યારસુધીમાં ફક્ત દક્ષિણ બેઠકમાં ઉમેદવાર બદલીને મનોજ કથીરિયાને ટિકિટ અપાઈ છે. આ રીતે જૂનાગઢના વિસાવદરમાં 2017ના MLA હર્ષદ રીબડિયા ભાજપમાં જતા કરસન વડોદરિયાને તક અપાઈ છે. ભાવનગરમાં પશ્ચિમની બેઠક પર કિશોરસિંહ ગોહિલ તથા ગઢડાની બેઠક પર જગદીશ ચાવડાનું નામ જાહેર કરાયું છે.

મધ્ય-દક્ષિણમાં પણ 4 MLA રિપીટ, 13 સીટ પર નવા ચહેરા
મધ્ય ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં 2-2 નવા ચહેરાને તક અપાઈ છે, જ્યારે વર્તમાન MLAમાંથી વાંસદામાં અનંત પટેલ, નિઝરમાં સુનીલ ગામીત, વ્યારામાં પૂનાભાઈ ગામીત અને માંડવીમાં આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post