• Home
  • News
  • બોલિવૂડમાં વધુ એક સુસાઇડ:એમ. એસ. ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા
post

એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં સંદીપ નાહરે સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રનો રોલ ભજવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 09:44:13

સુશાંત સિંહ રાજપૂત સ્ટારર 'એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રના રોલમાં નજર આવેલા અભિનેતા સંદીપ નાહરે સુસાઈડ કર્યું છે. મંગળવારે સાંજે તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેને પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સંદીપે કહ્યુ કે, "હવે જીવવાની ઈચ્છા નથી થઈ રહી. લાઈફમાં ઘણાં સુખ-દુઃખ જોયા. દરેક વખતે પ્રોબ્લેમને ફેસ કર્યો, પરંતુ આજે હું જે સમયમાંથી પસાર થઈ રહ્યો છું, તે સહનશક્તિને બહાર છે. હું જાણું છું કે સાઈડ કરવું તે કાયરતા છે. મારે પણ જીવવું હતું, પરંતુ જીવીને પણ શું ફાયદો, જ્યાં સુકૂન અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય?"

પત્ની અને સાસુ પર લગાવ્યા ગંભીર આરોપ
સંદીપે વધુમાં લખ્યું હતું કે "મારી વાઈફ કંચન શર્મા અને તેની માતા વુનૂ શર્મા, જેઓએ ન ઓળખ્યો કે ન જાણવાના પ્રયાસો કર્યા. મારી પત્ની હાઈપર નેચરની છે અને તેની પર્સનાલિટી અને મારી અલગ છે, જે કોઈ રીતે મેચ નથી થતી. રોજ રોજ સવાર સાંજના ઝઘડા, મારી હવે આ સાંભળવાની તાકાત નથી. તેમાં કંચનની કોઈ જ ભૂલ નથી. તેનો સ્વભાવ જ એવો છે તેને બધું જ નોર્મલ લાગે છે, પરંતુ મારા માટે આ બધું નોર્મલ નથી."

હું મુંબઈમાં ઘણાં વર્ષો સુધી રહ્યો છું. મેં ઘણો ખરાબ સમય પણ જોયો છે. પરંતુ ક્યારેય તૂટી પડ્યો ન હતો. ડબિંગ કર્યું, જિમ ટ્રેનર રહ્યો, એક રૂમના કિચનમાં 6 લોકો રહેતા હતા, સ્ટ્રગલ કરતો હતો પરંતુ શાંતિ હતી. આજે મેં ઘણું બધું મેળવ્યું છે. પરંતુ આજે લગ્ન પછી સુકૂન નથી. 2 વર્ષથી જીવન બિલકુલ બદલાય ગયું છે. આ વાત પણ ક્યારેય કોઈની સાથે શેર નહીં કરી શકું. દુનિયાને લાગે છે કે તેમનું કેવું સારું ચાલી રહ્યું છે. કેમ તેઓ અમારી સોશિયલ પોસ્ટ કે સ્ટોરી જુએ છે. જે એકદમ ખોટી હોય છે. દુનિયા સમક્ષ સારી ઈમેજ દેખાડવા માટે નાંખુ છું. પરંતુ સત્ય ઘણું જ અલગ છે.

સંદીપે લખ્યું- અમારી વચ્ચે મનમેળ જ ન હતો
સંદીપે પોતાની પત્ની અંગે લખ્યું કે, "અમારા વચ્ચે જરાય મનમેળ જ ન હતો. કંચન 2 વર્ષમાં 100થી વધુ વખત સુસાઈડને લઈને બોલી ચુકી છે. કહ્યું કે તને ફસાવી દઈશ. જુઓ આજે સમય એવો આવી ગયો કે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. પાસ્ટને લઈને લડાઈ છે. તે મારું માન નથી જાળવતી. તે મને ગાળો આપે છે અને મારા પરિવાર અંગે ખરાબ-ખરાબ બોલે છે. જે હવે મારા માટે સાંભળવું સહન કરવાથી બહાર થઈ ગયું છે. તેમાં તેની કોઈ જ ભૂલ નથી. કેમકે તે મગજથી બીમાર છે, હું ઈચ્છું છું કે મારા ગયા પછી તેને કંઈ જ કહેવામાં ન આવે. કેમકે તેને ક્યારેય પોતાની ભૂલનો અહેસાસ નહીં થાય. બસ તેનો ઈલાજ કરાવી દો, કે જેથી મારા ગયા પછી જેના પણ જીવનમાં તે જાય તેને ખુશીઓ આપે. મારી ફેમિલીને મારા ગયા પછી કોઈ પણ મુશ્કેલી ન આપે."

માતા-પિતાને કહ્યું- થેન્ક્સ
સંદીપ લખે છે, "હું મારા માતા-પિતાને થેન્ક્સ કરવા માગુ છું. કેમકે તેઓએ મને તે બધું જ આપ્યું જે હું ઈચ્છતો હતો. મારું એકટર બનવાનું સપનું પૂરું કર્યું. આજે હું જે કંઈ છું તે તેમના કારણે જ છું. મને ખ્યાલ છે કે તમે બધાં કહી રહ્યાં હશો કે તેમના માટે કેમ ન જીવ્યો. હું જીવત જો હું સિંગલ હોત. મને ખબર છે કે જીવવા માટે બહાદુરી જોઈએ, પરંતુ હાલ તો ફક્ત હું મારા માતા-પિતાની માફી માગવા ઈચ્છું છું. તે દરેક ક્ષણ માટે જ્યારે મેં તેમનું દિલ દુભાવ્યું. હું અહીં તેમને પ્રાઉડ ફીલ કરાવવા માટે આવ્યો હતો અને કંઈક બનીને તેમના માટે કંઈક કરવા માગતો હતો. પરંતુ મારી એક ભૂલ જે લગ્ન છે તેના કારણે મારી જિંદગી બદલાઈ ગઈ. હવે જીવવાની ઈચ્છા નથી થઈ રહી."

બોલીવુડમાં ઘણું રાજકારણ છે
પૈસાને લઈને, કામને લઈને દરેક તણાવ ખમી શકાય છે. પરંતુ આ ઔરતવાળો કલેશ ન સહી શકાય. મુંબઈએ મને ઘણું કામ આપ્યું, આ માયા નગરીને થેન્ક્સ કહેવા માગુ છું. પરંતુ આ માયાનગરી બોલીવુડમાં પણ ઘણું જ રાજકારણ છે. તમારે બસ આશા આપીને તમારો સમય ખાઈ જાય છે અને બાદમાં પ્રોજેક્ટમાંથી હાંકી કાઢવામાં આવે છે. તે બધું થયા બાદ પણ. અહીંના લોકો ઘણાં જ પ્રેક્ટિકલ છે. નો ઈમોશન, બસ દેખાડાની ખોટી લાઈફમાં જીવે છે. તે સમય જ સારો હતો, જ્યારે કાચા ઘર હતા, લોકોમાં પ્રેમ હતો. બધાં જ પોતાના લાગતા હતા. આજકાલ તો બધાં જ પોતાના થઈને પણ પરાયા લાગે છે. ભીડમાં એકલા જીવવું પણ એક કળા છે.

પોલીસની કાર્યવાહી પર રહેશે નજર
એક્ટરે વારંવાર પોતાના પોસ્ટમાં કહ્યું કે મારી વાઈફને કંઈ જ કહેવામાં ન આવે, બસ તે ફક્ત બીમાર છે અને બીજી અન્ય વાતો પણ પોતાની વાઈફને ઉદ્દેશીને કહી છે. કુળ મળીને એક્ટરની પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે પરિવારમાં જોવા મળતી અશાંતિથી ઘણો જ પરેશાન હતો. એક્ટર પોતાની વાઈફને લઈને માનસિક રીતે ઘણો જપરેશાન હતો અને જેના કારણે તેને આટલું મોટું પગલું ભર્યું છે. હવે જોવાનું રહેશે કે સંદીપના નિધન પછી પોલીસ તેની વાઈફને કેવા પ્રકારના સવાલો કરે છે.

અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં પણ નજરે પડ્યો હતો
એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત સંદીપે અક્ષય કુમાર સ્ટારર 'કેસરી' અને એકતા કપૂરના ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ 'કહને કો હમસફર હૈ'માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post