• Home
  • News
  • એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં પ્રાઈવસી બટન, તે અંગત માહિતી ચોરનારાથી બચાવશે, વોચમાં હાથ ધોવાનું એલર્ટ
post

ડેવલપર્સ કોન્ફરન્સમાં એપલે તમામ ડિવાઈસીસની ઓપરેટિંગ સિસ્ટમનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-24 10:37:30

કેલિફોર્નિયા: એપલે વર્લ્ડ વાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ-2020માં તમામ ડિવાઈસીસની ઓપરેટિંગ સિસ્ટમનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં છે. મોસ્ટ એડવાન્સ્ડ કમ્પ્યૂટર્સ માટે મેકઓએસ બિગ સુર સાથે આઈપેડ ઓએસ 14, વોચ ઓએસ7 અને એરપોડ્સ પ્રો સોફ્ટવેર પણ રજૂ કર્યું છે. મેકઓએસ બિગ સુરમાં પ્રાઈવસી બટન અપાયું છે, જે એ ટ્રેક કરશે કે તમે કઈ વેબસાઈટ જોઈ રહ્યા છો, એ કઈ અંગત માહિતી પર નજર રાખી રહી છે. ટીમ કૂકે સોમવારે જણાવ્યું કે ભવિષ્યમાં મેકમાં એપલના એઆરએમ-સંચાલિત સિલિકોન ચિપનો જ ઉપયોગ થશે. 

મેકઓએસ બિગ સુર ડેસ્કટોપ પર સેવ કરાયેલા પાસવર્ડની નજર રાખશે 
મેકઓએસ બિગ સુરમાં પ્રાઈવસી બટન છે, જે પાસવર્ડનું લિસ્ટ રાખશે, જે ડેસ્કટોપ પર સેવ રાખેલા હશે. આ સિસ્ટમ પાસવર્ડની દેખરેખ રાખશે અને દુરુપયોગ કરનારાથી એલર્ટ કરશે. જો તમે ચીનની વેબસાઈટ પર ચીનની મેન્ડેરીન ભાષામાં કોઈ સમાચાર જોઈ રહ્યા છો તો એ તેને પણ ટ્રાન્સલેટ કરીને આપશે.

આઈપેડમાં ઓએસ14માં પેન્સિલથી લખેલું ટેક્સ્ટમાં પણ બદલી શકાશે 
આઈપેડ ઓએસ 14માં એપલ મ્યુઝિક માટે અનેક કન્ટ્રોલ મળશે. લાઈવ મ્યુઝિક દરમિયાન ગીતના લિરિક્સને સ્ક્રોલ કરીને સિન્ક કરી શકો છો. તેમાં એપલ પેન્સિલની મદદથી હવે વધુ સારી રીતે કામ કરી શકાશે. પેન્સિલથી લખેલું તરત જ ટેક્સ્ટમાં બદલી શકાશે. સાઈડબારની મદદથી યુઝર સેક્શનની વચ્ચે એન્ટર કરી શકાશે. 

વોચ ઓએસ 7માં વેબસાઈટથી સરળ ડાઉનલોડિંગ અને સ્લીપ ટ્રેકિંગ પણ 
વોચ ઓએસ 7માં યુઝર સિંગલ એપથી અનેક કામ એકસાથે કરી શકશે. વોચ ફેસને વિવિધ વેબસાઈટ્સ કે મેસેજથી પણ ડાઉનલોડ કરી શકાશે. તેમાં સ્લીપ ટ્રેકિંગ ફીચર પણ મળશે. કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને એપલે હાથ ધોવા અંગેનું ફીચર પણ ઉમેર્યું છે. આ ફીચર યુઝરને હાથ ધોવામાં મદદ કરી શકે છે.

આ ડિવાઈસ પર iOS 14 સપોર્ટ કરશે
એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 14 iOS 13 કમ્પેટેબલ તમામ ડિવાઈસ પર સપોર્ટ કરશે. અર્થાત iOS 14 આઈફોન 6sથી લઈ લેટેસ્ટ આઈફોન SE (2020) સુધીના આઈફોન પર સપોર્ટ કરશે. તેમાં આઈફોન SE (2020), આઈફોન XS, આઈફોન XS Max, આઈફોન XR, આઈફોન X, આઈફોન 8, આઈફોન 8 Plus, આઈફોન 7, આઈફોન 7 Plus, આઈફોન 6s, આઈફોન 6s Plus અને આઈફોન SE સામેલ છે.

iOS 14નાં નવાં ફીચર્સ
એપ લાઈબ્રેરી

·         iOS 13નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે રજૂ કરાયેલાં iOS 14માં સૌથી મોટો ફેરફાર એપ લાઈબ્રેરી વ્યૂ છે. આ ફીચર એક સિંગલ સ્ક્રીન પર ઓટોમેટિકલી ગ્રૂપ કરે છે. તે હોમસ્ક્રીન પર મલ્ટિપલ ફોલ્ડર હોવાનો અનુભવ આપે છે.

·         એપલના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ ઓફ સોફ્ટવેર એન્જિનિઅરિંગ ક્રેગ ફેટેરિગીએ iOS 14 પર એપ લાઈબ્રેરી વિશે જણાવ્યું હતું કે, અમે પેજિસને છૂપાવવા માટે સરળ રસ્તો બનાવ્યો છે.

·         તેમાં એક જિગલ મોડછે, જે હોમસ્ક્રીનના અલગ અલગ પેજિસને છૂપાવી (સંતાડી) અને તેમને એપ લાઈબ્રેરી વ્યૂમાં મોકલવાની મંજરી આપે છે. એડિટ વ્યૂમાં હોમ સ્ક્રીન પેજિસ પર કોઈ એક પેજના સૌથી નીચે આપવામાં આવેલાં ડોટ્સને ટેપ કરવા પર આ મોડ દેખાય છે. કહી શકાય કે આ ફીચર એન્ડ્રોઈડમાં મળતા એપ ડ્રોઅર ફીચર જેવું જ છે.

·         એપ લાઈબ્રેરી સાથે, iOS 14માં રીડિઝાઈન કરવામાં આવેલું વિડ્જેટ મળશે, જેને યુઝર કોઈ પણ હોમ સ્ક્રીન પર રાખી શકે છે. તેમાં એક વિડ્જેટ ગેલરી પણ મળે છે, જે સ્ક્રીન પર ટોપ પર એડિટ વ્યૂમાં મળે છે.

·         તેના માટે ટોપ પર આપવામાં આવેલ + (પ્લસ) બટન પર ટેપ કરવાનું રહેશે. આ સિવાય તમે એપ આઈકોન અને ફોલ્ડર્સ સાથે એડ્જસ્ટ કરવા માટે વિડ્જેટ સાઈઝ એડ્જસ્ટ કરી શકો છો.

·         આ સાથે એપલે સ્માર્ટ સ્ટેક ફીચર પણ રજૂ કર્યું છે, જે આખો દિવસ અલગ અલગ વિડ્જેટ દર્શાવે છે.

પિક્ચર ઈન પિક્ચર સપોર્ટ

·         વીડિયો લવર્સ માટે iOS 14માં પિક્ચર ઈન પિક્ચર સપોર્ટ મળે છે, જે તમને વીડિયો જોતા સમયે અથવા ફેસટાઈમ કોલ પર વાત કરતી વખતે તમારા આઈફોન પર એપ્સ એક્સેસ કરવાની સુવિધા આપે છે.

·         આ ફીચર એન્ડ્રોઈડના PiP જેવું જ છે. જોકે એપલના ફીચરમાં પિંચ ટુ ઝૂમ સપોર્ટ પણ મળે છે, જેમાં  PiP વ્યૂ એપલ એપ્સ ઉપર પણ કામ કરે છે. વીડિયોનો માત્ર ઓડિયો સાંભળવા માટે PiP વિન્ડોની સાઈડમાં સ્વાઈપ કરવાનું રહેશે.

અપગ્રેડેડ સિરી

·         નવી iOS 14માં સિરીને એક નવાં લુક સાથે રજૂ કરવામાં આવી છે, જે ડિવાઈસની સંપૂર્ણ સ્ક્રીન કેપ્ચર કરવાને બદલે ડિસ્પ્લેના નીચેના ભાગમાં જ જોવા મળે છે. ફેડેરિગીએ જણાવ્યું હતું કે, આ વર્ષે કંપનીએ સંપૂર્ણ રીતે કોમ્પેક્ટ ડિઝાઈન સાથે સિરી એક્સપિરિઅન્સને રીડિઝાઈન કરી છે.

·         એપલે સિરી એક્સપિરિઅન્સને આંતરિક રૂપે પણ વેગ આપ્યો છે. કંપનીનો દાવા છે કે, વોઈસ અસિસ્ટન્ટ ત્રણ વર્ષ પહેલાંની સરખામણીએ હવે 20 ગણુ સચોટતા ધરાવે છે. હવે તે મુશ્કેલ પ્રશ્નોના પણ જવાબ આપે છે, જેમ કે હાઈબ્રિડ કાર કેવી રીતે કામ કરે છે?

·         સિરીમાં આઈફોનથી ઓડિયો રેકોર્ડિંગ કરી ઓડિયો મેસેજ મોકલવાની ક્ષમતા સાથે પણ અપગ્રેડેશન કરવાામાં આવ્યું છે. તેના માટે યુઝરે વોઈસ મેમો એપ ખોલવાની આવશ્યકતા નહીં રહે. ડિવાઈસમાં ઓન ડિક્ટેશન સપોર્ટ પણ મળે છે.

ટ્રાન્સલેટ એપ

·         એપલે નવી ટ્રાન્સલેટ એપ પણ રજૂ કરી છે, જે ગૂગલ ટ્રાન્સલેટને ટક્કર આપશે. આ નવી એપ અલગ અલગ ભાષાઓ વચ્ચે ટ્રાન્સલેટ કરવાની મંજૂરી આપે છે. સાથે જ અલગ અલગ ભાષાઓમાં સાઈડ બાય ટ્રાન્સલેશન પણ કરે છે.

·         જોકે હાલ એપમાં અંગ્રેજી, મંદારિન ચાઈનીઝ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિસ, ઈતાલવી, જાપાની, કોરિયાઈ, અરબી, પોર્ટુગલ અને રુસી સામેલ છે. હિન્દી ભાષા સપોર્ટ માટે યુઝરે રાહ જોવી પડશે.

ન્યૂ મેસેજ એક્સપિરિઅન્સ

iOS 14માં યુઝર તેમની મનપસંદ કન્વર્ઝેશનને પિન કરી શકશે. મેમોજી માટે નવાં સ્ટિકર તેમજ 20 નવાં હેર અને હેડવિયર સ્ટાઈલ સામેલ છે. એપલે નવો ફેસ માસ્ક ઓપ્શન પણ ઉમેર્યો છે, જેને તમે મેમોજી કેરેક્ટરમાં જોડી શકો છો.

એપલ મેપ્સ

iOS 14 પર એપલ મેપ્સને ક્યુરેટેડ ગાઈડ સાથે અપડેટ મળી છે. તે સાઈકલિંગ સપોર્ટ સાથે આવે છે, જે શરૂઆતમાં ન્યૂ યોર્ક, લોસ એન્જલસ અને સેન ફ્રાન્સિસ્કોના કેટલાક ક્ષેત્રો સાથે બેઈજિંગ અને શાંઘાઈ સુધી સીમિત રહેશે. તેમાં ઈલેક્ટ્રિક વ્હિકલ માટે EV રૂટિંગ ફીચર ઉમેરાયું છે.

એપ ક્લિપ્સ

·         નવી iOS 14માં અપડેટેડ એપ સ્ટોર પણ સામેલ છે, જેમાં એપ ક્લિપ્સ સપોર્ટ મળે છે, જેનો હેતુ તમારા આઈફોન પર ઓછી અવ્યવ્સથા ઊભી કરવા અને આખી એપ ઈન્સ્ટોલ્ડ કર્યા વગર તમને સ્ટેન્ડ અલોનનો અનુભવ આપે છે.

·         એપ ક્લિપ્સ એક સમર્પિત એપ ક્લિપ્સ કોડ સાથે કામ કરે છે, જે પારંપરિતક QR કોડ જેવો જ છે. ડેવલપર્સ એપ ક્લિપ કોડને કોઈ પણ QR કોડ અથવા NFC ટેગમાં સામેલ કરવા સક્ષમ છે.

અપગ્રેડેડ ફાઈન્ડ માય

·         એપલે થર્ડ પાર્ટી પ્રોડક્ટ અને એક્સેસરીઝને શોધવા માટે એક સપોર્ટેડ ફાઈન્ડ માય ફીચર સામેલ કર્યું છે, જે નવા ફાઈન્ડ માય નેટવર્ક એક્સેસરી પ્રોગ્રામનો એક ભાગ છે. પ્રાઈવસી રિપોર્ટ ફીચર સાથે એક નવું સફારી ફીચર પણ છે, જે યુઝરને એ દેખાડવાની ક્ષમતા ધરાવે છે કે, કયા ક્રોસ-સાઈટ ટ્રેકર બ્લોક કરવામાં આવ્યા છે.

·         બ્રાઉઝરમાં સેવ કરેલા પાસવર્ડ જાણી શકાય તે માટે એક પાસવર્ડ મોનિટરિંગ પણ સામેલ છે, જે  ડેટા બ્રીચમાં સામેલ થઈ શકે છે. આ સિવાય વેબપેજ માટે બિલ્ટ ઈન ટ્રાન્સલેશન સપોર્ટ પણ મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post