• Home
  • News
  • રોજગાર મેળા અંતર્ગત 51 હજાર યુવાઓને અપાયા અપોઈન્ટમેન્ટ લેટર, 10 લાખનો ટાર્ગેટ ક્યારે પૂરો થશે?
post

દેશભરમાં 45 જગ્યાઓ પર ‘પ્રધાનમંત્રી રોજગાર મેળા’ અંતર્ગત યોજાયો રોજગાર મેળો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-28 18:27:46

આજે દેશભરમાં 45 જગ્યાઓ પર રોજગાળ મેળો યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 51 હજાર યુવાઓને પ્રધાનમંત્રી રોજગાર મેળા હેઠળ એપોઈન્ટમેન્ટ લેટર આપ્યા... તેમણે યુવાઓને જોઈનિંગ લેટર સોંપ્યા... આ પ્રસંગે તેમણે કહ્યું કે, અમારી સૌપ્રથમ પ્રાથમિકતા રોજગાર આપવાની... ભારત ટુંક સમયમાં ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે... રોજગાર મેળા હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલય, સીઆરપીએફ, બીએસએફ, સશસ્ત્ર સીમા દળ, આસામ રાયફલ્સ, સીઆઈએસએફ, આઈટીબીપી અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો ઉપરાંત દિલ્હી પોલીસમાં પણ ભરતી કરવામાં આવી છે.

4.48 લાખ લોકોને જોઈનિંગ લેટર આપ્યા

વડાપ્રધાન મોદીએ 22 ઓક્ટોબર-2022ના રોજ રોજગાર મેળાનો પ્રથમ તબક્કો શરૂ કર્યો હતો. તેમણે 2023ના અંત સુધીમાં 10 લાખ નોકરીઓ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તેમણે છેલ્લા 9 મહિનામાં 7 રોજગાર મેળામાં 4 લાખ 48 હજારથી વધુ લોકોને જોઈનિંગ લેટર આપ્યા છે.

2030 સુધીમાં 14 કરોડ નવો રોજગાર ઉભો થવાની અપેક્ષા

આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રોજગાર મેળાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવા નિમાયેલા કર્મચારીઓને એપોઈન્ટમેન્ટ લેટર અપાયા... કાર્યક્રમમાં સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓટોમોબાઈલ, દવા, પ્રવાસન ઉદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ઝડપી વૃદ્ધિ થવાના તેમજ યુવાઓ માટે રોજગારની તકો ઉભી થવાની આશા છે. તેમણે કહ્યું કે, દેશના અર્થતંત્રમાં 2030 સુધીમાં પ્રવાસન ઉદ્યોગનું યોગદાન 20 લાખ કરોડ રૂપિયા થવાની આશા છે, જેમાં 13થી 14 કરોડ નવો રોજગાર ઉભો થવાની પણ અપેક્ષા છે.

ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીનું અર્થતંત્રમાં રૂ.4 લાખ કરોડનું યોગદાન

વડાપ્રધાન મોદીએ યુવાઓને સંબોધિત કરતા કહ્યું કે, તમામ સેક્ટરોનો વિકાસ થવો જોઈએ... અનાજથી લઈને દવા ઉદ્યોગ સુધી... અવકાશથી લઈને સ્ટાર્ટઅપ સુધી... જ્યારે તમામ સેક્ટરોમાં પ્રગતિ થશે તો અર્થવ્યવસ્થામાં વધારો થશે... દવા ઉદ્યોગનું ઉદાહરણ આપતા વડાપ્રધાને કહ્યું કે, વર્તમાનમાં ભારતની જીડીપીમાં ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીનો ફાળો 4 લાખ કરોડ રૂપિયા છે, જે 2030 સુધીમાં 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post